
ભારત દેશ દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિઓમાંથી એક છે. ભારત જેવા વિશાળ દેશમાં અનેક ભાષા બોલનારા અને ધર્મ પાળનારા લોકો રહે છે. વર્ષના દરેક મહિનામાં લગભગ કોઈને કોઈ તહેવાર ઉજવાતો હોય છે. ભારતમાં અનેક ધાર્મિક સ્થાનો પણ છે, જ્યાં ધાર્મિક તહેવાર આસ્થા અને ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. હાલમાં ધાર્મિક નગરી વારાણસીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વારાણસીની ભવ્યતાને કારણે ભારત સહિત અનેક દેશના નાગરિકો આકર્ષાતા હોય છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ વારાણસીને મુલાકાત લેવામાં આવે છે. વારાણસીના ઘાટોની મુલાકાત લેવી દરેકની ઈચ્છા હોય છે. વારાણસીમાં થતી ગંગા આરતી એ વિશ્વ પ્રસિદ્ધ છે. ભારતના વડાપ્રધાન મોદી સહિત અનેક દેશના રાષ્ટ્રપ્રમુખો અને પ્રતિષ્ઠિત લોકો આ આરતી જોવા આવતા હોય છે.
આ જ વારાણસીની ધરતી હવે ધીરે ધીરે આધુનિક પણ બનતી જાય છે. 17 જાન્યુઆરીથી શરુ થયેલા ‘હોટ એર બલુન ફેસ્ટિવલ’ને કારણે વારાણસીમાં આધાત્મિક અને આધુનિકતાનો સંગમ જોવા મળ્યો હતો. વારાણસીના આકાશમાં ઉડતા હોટ એર બલુનને કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ‘હોટ એર બલુન ફેસ્ટિવલ’ના વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે.
Lift up your spirits as you fly like a bird, hovering over the ancient city of Varanasi at the grand Balloon Festival.
Are you planning to board on this adventurous ride?
Video Credit: @harshit_pallav (Instagram)@uptourismgov #DekhoApnaDesh
1/2 pic.twitter.com/9TEF5TtFIm
— Incredible!ndia (@incredibleindia) January 19, 2023
— UP Tourism (@uptourismgov) January 21, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આધાત્મિક નગરીનું આધુનિક રુપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વારાસણીની ધરતીની તસ્વીર બદલાઈ રહી છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અદ્દભુત નજારો.