ઘોડાએ એવી જગ્યા એ લાત મારી કે ઉછળી પડયો યુવક, વાયરલ વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થયા લોકો

હાલમાં જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં ઘોડો એક યુવકને એવી જગ્યા એ લાત મારે છે કે લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે.

ઘોડાએ એવી જગ્યા એ લાત મારી કે ઉછળી પડયો યુવક, વાયરલ વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થયા લોકો
Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 27, 2022 | 4:58 PM

Trending Video : ઘરમાં પ્રાણીઓને પાળવા એ કોઈ સરળ વાત નથી હોતી. મુંગા પ્રાણીઓને કયારેક માણસોનો વ્યવહાર પસંદ ન આવે તો તે તેમના પર હુમલો પણ કરે છે. ભૂતકાળમાં એવા કિસ્સા પણ બન્યા છે કે જેમાં પાળતુ પ્રાણીઓએ પોતાના માલિકનો વ્યવહાર પસંદ ન આવતા તેમને મોતને ઘાટ ઉતાર્યા હોય. હાલમાં એવો જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં ઘોડો એક યુવકને એવી જગ્યા એ લાત મારે છે કે લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક ઘોડાની નજીક જઈ તેને વ્હાલ કરી રહ્યો છે. તે દરમિયાન તે સરસ મજાના ઘોડાના ચહેરાને અડકવા લાગે છે. પણ ઘોડાને તે યુવકની આ હરકત ગમતી નથી. ઘોડો અબોલ પ્રાણી છે, તે પોતાનો ગુસ્સો બોલી ને નહીં પણ પોતાના વ્યવહારથી બતાવે છે. તે અચાનક યુવકના પ્રાઈવેટ પાર્ટ પર જોરદાર લાત મારી દે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે , ઘોડાની લાત પડતા જ તે યુવક પીડાને કારણે ચીચયારી પાડે છે અને તે પેટ પકડીને રસ્તા પર જ બેસી જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર bihari_boy_c નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો લોકો એ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હવેથી હું કોઈ પણ ઘોડાથી 10 કદમ દૂર જ રહીશ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ઘોડા એ બિચારાના ભવિષ્યને જોખમમાં નાખી દીધુ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ભગવાન આવા દિવસ કોઈને ન બતાવે.