વાયરલ વીડિયો : જંગલમાં રસ્તા વચ્ચે સિંહના પરિવારે બતાવી દાદાગીરી, પ્રવાસીઓની ગાડી પાસે કર્યું આ કામ

|

Nov 06, 2022 | 9:18 PM

જંગલ સફારીના માધ્યમથી લોકો જંગલ અને પ્રાણીઓને વધારે નજીકથી જોઈ શકે છે. હાલમાં એક જંગલ સફારી દરમિયાનનો સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો : જંગલમાં રસ્તા વચ્ચે સિંહના પરિવારે બતાવી દાદાગીરી, પ્રવાસીઓની ગાડી પાસે કર્યું આ કામ
Lion Viral Video
Image Credit source: Twitter

Follow us on

આજકાલ સોશિયલ મીડિયા પર લોકો જીવ-જંતુ, પ્રાણીઓ અને પક્ષીઓના વીડિયો ખુબ પસંદ કરે છે. તેમના જીવન, વ્યવહાર અને સુંદરતાને જોવાનો અવસર આ વીડિયોના માધ્યમથી મળતો હોય છે. આજકાલ આ પ્રાણીઓની જીવનશૈલી અને દિનચર્યા અંગેની માહિતી આપતા પ્રોગ્રામ ટીવી પર પણ આવે છે. આ પ્રોગ્રામ પહેલા પ્રોફેસનલ ફોટોગ્રાફર જંગલમાં જઈને પોતાના કેમેરાથી જીવના જોખમે વીડિયોગ્રાફી કરતા હોય છે. પણ આજે સ્માર્ટફોનને કારણે દરેક વ્યક્તિ વાઈલ્ડલાઈફ પ્રેમી ફોટોગ્રાફર બની ગયા છે. જંગલસફારીના માધ્યમથી લોકો જંગલ અને પ્રાણીઓને વધારે નજીકથી જોઈ શકે છે. હાલમાં એક જંગલસફારી દરમિયાનનો સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક જંગલનો સુંદર નજારો જોઈ શકાય છે. આ વીડિયોમાં જંગલસફારી પર આવેલા પ્રવાસીઓની 3 ગાડીઓ પણ જોવા મળી રહી છે. તેઓ જંગલના જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે રસ્તા પર અચાનક સિંહ પરિવાર આવી જાય છે. સામાન્ય રીતે લોકોની ગાડીઓ જોઈ સિંહ જેવા અનેક પ્રાણીઓ શાંતિથી પસાર થઈ જાય છે.

દારૂ બનાવતી કંપનીએ કરી કમાલ, 3 મહિનામાં કર્યો આ ખેલ
ભારતનું આ શહેર કહેવાય છે મેડિકલ કેપિટલ, જાણો કારણ
વિમાનના ટાયરમાં કઈ હવા ભરવામાં આવે છે? વાત જાણીને ચોંકી જશો
જીભ જોઈને બિમારી કેવી રીતે જાણી શકાય ?
મુકેશ અંબાણીના Jio કે Airtel, કોની પાસે છે Daily 2GB ડેટાવાળો સસ્તો પ્લાન ?
પ્રેમાનંદજી મહારાજે આપ્યો પતિ-પત્નીના ઝઘડાનો અંત લાવવાનો ગુરુ મંત્ર

ઘણીવાર પ્રવાસીઓથી ગુસ્સે થઈ હાથી જેવા પ્રાણીઓ આવી ગાડીઓ પાછળ ભાગે પણ છે. પણ આ સિંહ પરિવાર વિચિત્ર હરકત કરવા લાગે છે. 2 સિંહ ગાડીઓની આગળ સૂઈને આરામ અને મસ્તી કરવા લાગે છે. ત્યારે એક અન્ય સિંહ પણ ત્યા આવીને તેમની સાથે જોડાય છે અને ગાડીઓનો રસ્તો રોકે છે. ત્યા હાજર પ્રવાસીઓએ આ સુંદર નજારો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો તાન્ઝાનિયાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, તે જંગલનો રાજા છે, જંગલમાં તેની જ દાદાગીરી ચાલે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, હલતા નહીં, નહીં તો આખો પરિવાર તમારા પર તૂટી પડશે. મોટાભાગના યુઝર્સ સિંહોની આવી હરકત જોઈ આશ્ચર્યમાં મુકાયા છે.

Published On - 9:17 pm, Sun, 6 November 22

Next Article