
Ahmedabad: ગુજરાતી અને ગરબા એ હાલ એક બીજાના પર્યાય બની ગયા છે તેમ કહીએ તો ખોટું નથી, કારણ કે ગુજરાતીઓ કોઈ પણ સારા કાર્યક્રમમાં ગરબાની રમઝટ અવશ્ય બોલાવે છે. ત્યારે આવો જ એક વીડિયો અમદાવાદ મેટ્રોનો સામે આવ્યો છે. તમે મેટ્રોમાં પોપ સોંગ, ડાન્સ વગેરે કરતાં લોકોનો વીડિયો તમે જોતાં હશો પરંતુ અહી અમદાવાદ મેટ્રોનો અલગ વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલીક મહિલાઓ ગુજરાતી ગરબા અને ભજન ગાઈ રહી છે.
અમદાવાદના લોકો કઈ પણ કરી શકે એ વાત ખોટી નથી. કારણ કે હાલમાં જે વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલાઓ મેટ્રો ટ્રેનમાં બેસી ભજન કીર્તન સાથે ગરબા કરી રહી છે. મહત્વની વાત છે કે મેટ્રોમાં આ મહિલા મંડળ ઢોલ અને ખંજરી સાથે મુખે થી ગરબા ગાઈ રહી છે.
આ મહિલાઓનુ મંડળ મેટ્રો સ્ટેશનમાં જે ગરબા ગઈ રહી છે. તેની સાથે અન્ય મુસાફરો પણ જોડાઈ તાલીનો તાલ આપતા નજરે ચડ્યા છે. મોહન મોરલી વગાડેના ગીત સાથે મહિલા ગરબા કરી રહી છે.
આ વીડિયો metro_city_ahemdabad નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માથી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં નીચે લખવામાં આવ્યું છે કે ‘અમદાવાદી ઓ કાઈ પણ કરી સકો હો… જોવો આ ચાલુ મેટ્રો માં ગરબાની ધૂમ મચાઈ… એટલેજ અમદાવાદી મોખરે છે બધી વાતમાં’ એટ્લે કે અમદાવાદી કોઈ પણ વાતમાં મોખરે હોય છે. આ વીડિયો વાયરલ થતાં લોકોએ પણ આ વાતની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો : ગરોળીએ સાપની ચુંગાલમાંથી મિત્રને બચાવ્યો, યુઝર્સે કહ્યું- આ છે સાચી મિત્રતા
મહત્વની વાત એ છે કે આ મહિલાઓનું ગાયેલું ગીત લોકોને એટલું બધુ પસંદ આવ્યું કે ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોએ પણ સૂરમાં સૂર મિલાવ્યો. મુસાફરી કરતાં લોકોને પણ આ મંડળી મનોરંજન પૂરું પાડ્યું હતું. જોકે અંતમાં આ મંડળીને લોકોએ તાળીઓના ગડગડાટ થી વધાવ્યા હતા.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:30 pm, Thu, 29 June 23