
સંયમ અને સંતોષ જે પણ વ્યક્તિમાં હોય છે, તે પોતાનું જીવન શાંતિ અને સરળતાથી જીવી શકે છે. પણ જે માણસમાં ઈર્ષા, ક્રોધ, લાલચ અને અભિમાન હોય છે, તેના જીવનમાં દરેક સમયે કોઈને કોઈ સમસ્યા આવે છે. યુવા પેઢી એ સંયમ અને સંતોષ રાખવાની ખુબ જરુર છે. આજકાલ સોશિયલ મીડિયા પર એવા અનેક સમાચાર અને વીડિયો વાયરલ થયા છે, જેમાં નાની વાત પર મોટા ઝગડા થઈ જાય છે. કેટલીકવાર તો વાત હત્યા સુધી પહોંચી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર કેટલીક યુવતીઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 4 યુવતીઓ એક યુવતીને ઢોરમાર મારતી દેખાય છે.
ભૂતકાળમાં એવા ઘણા બનાવ બન્યા છે જ્યાં 5 રુપિયા માટે અને ગુલાબજાંબુ માટે ઝગડા થયા છે અને હત્યા પણ થઈ છે. હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં કેટલીક યુવતીઓ વચ્ચે ખતરનાક બબાલ થતી જોવા મળે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નશામાં ધૂત 4 યુવતીઓ એક અન્ય યુવતીને ઢોરમાર મારી રહી છે. લાત-મુક્કા અને બેલ્ટના મારથી તે યુવતીના હાલ બેહાલ થઈ જાય છે. આ ઘટના ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની રાજધાની ઈન્દોરમાં એક પબ બહાર બની છે. ઘણા યુવાનો આ ઘટના સમયે મુખદર્શક બનીને ઉભા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો એ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી હતી, પણ તે બેસહાય યુવતીને બચાવવા કોઈ ન આવ્યુ.
मध्यप्रदेश के इंदौर में एक महिला को नशे में धुत चार लड़कियाँ बेरहमी से पीट रही हैं
भीड़ तमाशा देख रही है, वीडियो बना रही है जैसे टिकट लेकर आई हो
मुकदमा दर्ज हो गया है, पीटने वाली महिला विधवा है पास की दुकान में काम करती है pic.twitter.com/Tnk5lysGe3
— Nigar Parveen (@NigarNawab) November 7, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @NigarNawab નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. મળતી માહિતી અનુસાર, આ તમામ યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ તે તમામ આરોપી યુવતીઓની શોધખોળ ચાલી રહી છે. ભોગ બનનાર યુવતી ઘેનૂ માર્કેટમાં નોકરી કરે છે. તેઓ રાત્રે આ પબ પાસેથી પસાર થઈ રહી હતી, તે સમયે આ યુવતીઓ તેના પર કારણ વગર તૂટી પડી, આ દરમિયાન તેના વાળ ખેંચીને તેને રસ્તા વચ્ચે મારવામાં આવી, તેનો ફોન પણ આરોપી યુવતીઓ દ્વારા તોડી નાખવામાં આવ્યો. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.