સોશિયલ મીડિયામાં આજકાલ અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક વીડિયો પરિવારના જોવા મળતા હોય છે. જેમાં લાગણીઓ છલકાતી હોય છે. દાદા-દાદી અને માતા-પિતા માટે તેમના બાળકોના બાળકો એટલે કે પૌત્ર-પૌત્રીઓ ખૂબ જ ખાસ હોય છે. દરેક દાદા-દાદીનું સપનું હોય છે કે તેઓ તેમના પૌત્ર-પૌત્રીઓ સાથે રમે અને ફરીથી બાળકો બને. આજકાલ આવી જ એક દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે પોતાના પૌત્ર સાથે રમતી વખતે અસલી બાળક બની જાય છે. આ દાદીનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેમની ભાવનાને સલામ કરી રહ્યા છે.
આ પણ વાંચો-Viral Video : બિલાડીએ તેના કાનથી કરી બતાવ્યો અદ્દભૂત બ્રેક ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર થયો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા નાના બાળક સાથે રમતી જોવા મળી રહી છે. એક વૃદ્ધ મહિલા બાળકો સાથે નાના થ્રી વ્હીલર પર સવારી કરતી જોવા મળે છે. લાલ સાડીમાં સજ્જ આ દાદી પોતાના પૌત્ર સાથે રમતી વખતે પોતે બાળક બનતી જોવા મળે છે. તેણી તેના પૌત્રને સાયકલ ચલાવીને બતાવે છે. પૌત્ર પણ દાદીની પાછળ દોડતો જોવા મળે છે. દાદીને તેની સાયકલ ચલાવતા જોઈ બાળકની ખુશીનો કોઈ પાર રહેતો નથી.
સોશિયલ મીડિયા પર આ વીડિયો પર 85 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. ઘણા યુઝર્સ કોમેન્ટ કરીને આ સુંદર દાદીના વખાણ કરતા થાકતા નથી. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘દરેકને આવી દાદી મળે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ જોઈને મને મારી દાદી યાદ આવી ગઈ, તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા. કોઈપણ ફેમિલી ફંક્શનમાં તેને મિસ કરુ છુ. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આજ સુધી મેં જોયેલા તમામ વીડિયોમાં આ સૌથી શ્રેષ્ઠ છે.’
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…