વાયરલ વીડિયો: અંડરવિયરમાંથી મળ્યુ 15 લાખનું સોનું, જોઈને સૌ કોઈ રહી ગયા દંગ

ભૂતકાળમાં આવી અનેક ઘટના વિશે તમે સાંભળ્યુ હશે, જેમાં યાત્રીના સામાનમાંથી ગેરકાનૂની રીતે લઈ જવાતી વસ્તુ મળી હોય. હાલમાં આવી જ એક ઘટના બની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

વાયરલ વીડિયો: અંડરવિયરમાંથી મળ્યુ 15 લાખનું સોનું, જોઈને સૌ કોઈ રહી ગયા દંગ
Viral video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 04, 2022 | 10:40 PM

Shocking Video : દુનિયામાં ઘણા લોકો પોતાની ઈચ્છા પૂરી કરવા અને જીવન સરળ બનાવવા માટે ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાને અંજામ આપતા હોય છે. કેટલાક લોકો તો પ્રાણી, સોના જેવી કિંમતી વસ્તુ, ડ્રગ્સની દાણચોરી કરીને પણ લાખો રુપિયા ગેરકાનૂની રીતે કમાતા હોય છે. ભૂતકાળમાં આવી અનેક ઘટના વિશે તમે સાંભળ્યુ હશે, જેમાં યાત્રીના સામાનમાંથી ગેરકાનૂની રીતે લઈ જવાતી વસ્તુ મળી હોય. હાલમાં આવી જ એક ઘટના બની છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

આ વીડિયો તમિલનાડુના ત્રિચી એરપોર્ટનો છે. કસ્મમ વિભાગે જે વ્યક્તિની ધડપકડ કરી હતી તે સિંગાપુરથી સોનાની દાણચોરી કરીને આવી રહ્યો હતો. તે ચાલાક ચોરે એવી જગ્યાએ સોનું છુપાડ્યુ હતુ કે સૌ કોઈ દંગ રહી ગયા હતા. તેણે આ સોનું અંડરવિયરની અંદર છુપાડયુ હતુ. તપાસ દરમિયાન તેની પાસેથી 24 કેરેટ 303 ગ્રામની સોનાની પેસ્ટ મળી, જેની કિંમત 15.31 લાખ રુપિયા છે. હાલ તેની ધડપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @priyarajputlive નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે, ગજબનું મગજ ચાલવ્યુ છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આટલુ મગજ કોઈ બીજા કામમાં લગાવ્યુ હોત તો ઉધાર થઈ ગયો હોત.