Viral Video: યુવતીને પરેશાન જોઈ ઘોડા એ કર્યું આ કામ, દુનિયાના સૌથી સમજદાર ઘોડાનો Video થયો Viral

Shocking Viral Video : સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં એક ઘોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે પણ દંગ રહી જશો.

Viral Video: યુવતીને પરેશાન જોઈ ઘોડા એ કર્યું આ કામ, દુનિયાના સૌથી સમજદાર ઘોડાનો Video થયો  Viral
Viral Video
| Edited By: | Updated on: Apr 27, 2023 | 5:19 PM

સોશિયલ મીડિયા પર રોજ અગણિત વીડિયો વીડિયો વાયરલ થતા રહે છે. તેમાંથી કેટલાક વીડિયો જોઈ યુઝર્સ હસી હસીને લોટપોટ થઈ જતા હોય છે અને કેટલાક વીડિયો જોઈ લોકોની આંખોમાં આંસુ આવી જતા હોય છે પણ હાલમાં ઘોડાનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે દંગ રહી જશો. આ વીડિયો જોઈને તમે કહેશો કે, આ ઘોડો તો દુનિયાનો સૌથી સમજદાર ઘોડો છે.

રાજાઓના સમયથી ઘોડે સવારી કરવી એ એક પ્રકારનો શોખ હતો. ધીરે ધીરે ઘોડે સવારીને એક રમત તરીકે અપનાવવામાં આવી. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ખુલ્લા મેદાનમાં ઘોડો અને એક યુવતી જોવા મળી રહી છે. યુવતી સતત ઘોડા પર ચઢવાનો પ્રયાસ કરી રહી છે, પણ તે ઘોડા પર ચઢી શકતી નથી.

યુવતીની સમસ્યા જોઈ ઘોડો થોડો આગળ જઈને જમીન પર બેસી જાય છે. જેથી યુવતી તેના પર આરામથી ચઢી શકે. યુવતી પણ ઘોડાની આ હરકત જોઈને દંગ રહી ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,  કેટલો સરસ વીડિયો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલો સરસ અને સમજદાર ઘોડો છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દરેક વ્યક્તિને આવા સમજદાર પાલતું પ્રાણીઓ મળવા જોઈએ. અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…