સોશિયલ મીડિયા પર હાલમાં G-20 સમ્મેલનનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં G-20 સમ્મેલનમાં અનેક વિદેશી પ્રતિનિધો હાજર રહ્યા હતા. આ વિદેશીઓનું દિલ પુણેની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને પંરપરાઓને જોઈ મંત્રમુગ્ધ થઈ ગયુ હતુ. G-20 સમ્મેલનમાં અનેક વિદેશી પ્રતિનિધો સ્થાનિક કલાકારો સાથે નાંચતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં પુણેના G-20 સમ્મેલનના સાંસ્કૃતિક કાર્યક્રમનો નજારો જોવા મળી રહ્યો છે. G-20ના મહેમાનો ભારતીય કલાકારો સાથે પરંપરાગત નૃત્ય કરતા જોવા મળી રહ્યાં છે. સ્થાનીક કલાકારોએ વિદેશી મહેમાનોને મહારાષ્ટ્રનો લેઝિમ ડાન્સ પર શીખવ્યો હતો. અનેક વિદેશીઓ મહેમાનો ઉત્સાહ સાથે આ લેઝિમ ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે.
વાયરલ થઈ રહેલો વીડિયો 16 જાન્યુઆરીનો છે. વાયરલ વીડિયોમાં પરંપરાગત રીતે શણગારેલા સ્ટેજ પર કલાકારો પરંપરાગત વેશભૂષામાં જોવા મળી રહ્યાં છે. ઢોલ-નગારાના અવાજ સાથે કલાકારો અને વીદેશીઓ મહારાષ્ટ્રનું પરંપરાગત નૃત્ય કરતા જોવા મળી રહ્યાં છે. જણાવી દઈએ કે ભારતને ડિસેમ્બર 2022માં G-20ની અધ્યક્ષતા મળી હતી.
#WATCH | Maharashtra: G-20 delegates joined local artists performing Maharashtrian lezim dance at a cultural program in Pune yesterday pic.twitter.com/aZ7jW0e8ha
— ANI (@ANI) January 16, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયોને હજારો લાઈક અને વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને અનેકવાર રિટ્વિટ પર કરવામાં આવ્યો છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આજ છે ભારતની સુંદરતા. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, એક દિવસ ભારતીયઓ આખી દુનિયાને પોતાના ઈશારાથી નચાવશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આખી દુનિયા એક પરિવાર છે, તે આ વીડિયોમાં જોવા મળ્યું.