Viral Video: બકરી સાથે મસ્તી કરવું પડયું ભારે, ટેણિયાના હાલ થયા બેહાલ

Funny Viral Video : હાલમાં સોશિયલ મીડિયા પર એક ટેણિયા અને બકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીનો લોટ પોટ થઈ જશો.

Viral Video: બકરી સાથે મસ્તી કરવું પડયું ભારે, ટેણિયાના હાલ થયા બેહાલ
Viral Video
| Edited By: | Updated on: Mar 27, 2023 | 10:11 PM

સોશિયલ મીડિયા એટલે મનોરંજનથી ભરેલો દરિયો. આ દરિયામાં ડૂબકી લગાડનાર યુઝર એટલો આનંદિત થઈ ઉઠે છે, વધુને વધુ ઊડાઈમાં ઉતરતો જાય છે. કહેવાનો ભાવાર્થ એટલો છે કે સોશિયલ મીડિયા પર આવતા એકથી એક મનોરંજન વીડિયોને જોવાની યુઝર્સને એટલી મજા આવે છે કે તેઓ કલાકો સુધી સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ટેણિયા અને બકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીનો લોટ પોટ થઈ જશો.

વાયરલ થઈ રહેલો વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યું, પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે. બાળપણમાં ઘણા બાળકો ખુબ તોફાની હોય છે. કેટલાક બાળકોને પાલતુ પ્રાણીઓને પણ હેરાન કરવામાં મજા આવતી હોય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવો જ એક તોફાની ટેણિયો જોવા મળી રહ્યો છે. આ બાળક બકરી પર પોતાના નાના હાથ-પગથી હુમલો કરી રહ્યો છે. પણ જેવું બકરી એક હુમલો કરે છે કે તે જમીન પર ધરાશાઈ થઈ જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર રમૂજી છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગાવન પણ કેવી કેવી સ્થિતિમાં મુકી દેતા હોય છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…