Viral Video : માર્કેટમાં આવ્યા અજબ-ગજબ પ્રકારના બૂટ, ‘દેડકાના દેખાવ વાળા બૂટ’ સોશિયલ મીડિયા પર થયા Viral

સોશિયલ મીડિયા પર હાલમાં એક બૂટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમને ફેશન પરથી વિશ્વાસ ઉઠી જશે. આ નવા પ્રકારના બૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral) થઈ રહ્યો છે.

Viral Video : માર્કેટમાં આવ્યા અજબ-ગજબ પ્રકારના બૂટ, દેડકાના દેખાવ વાળા બૂટ સોશિયલ મીડિયા પર થયા Viral
| Edited By: | Updated on: Jun 19, 2023 | 5:52 PM

Trending Video : સોશિયલ મીડિયા પર અજબ-ગજબ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયોમાં તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય તેવી ઘટનાઓ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક બૂટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમને ફેશન પરથી વિશ્વાસ ઉઠી જશે. આ નવા પ્રકારના બૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral) થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવક મોટા આકારના બૂટ સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયો પહેલી નજરમાં મગરના આકારમાં દેખાશે . પણ આ વીડિયોને ધ્યાનથી જોવાથી તમને દેખાશે કે આ બૂટ દેડકા જેવા છે. આ વિચિત્ર પ્રકારના બૂટ પહેરીને આ યુવક બજાર અને મેટ્રોમાં જતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ હસ્યા પણ હતા.

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વર્ષોથી શેર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને ચોંકી ગયા હતા.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, શું થયું છે આજકાલના લોકોને ? અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ફેશનના નામ પર આ શું થઈ રહ્યું છે ? આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us