હરતુ-ફરતુ ડિનર ટેબલ લઈ પેટ્રોલ પંપ પહોંચ્યા ચાર મિત્રો, વિચિત્ર જુગાડનો વીડિયો થયો વાયરલ

|

Jul 04, 2022 | 11:37 PM

Anand Mahindra Tweet: પ્રખ્યાત બિઝનેસમેન આનંદ મહિન્દ્રા યૂનિક વીડિયો, ઘટનાઓ અને વાર્તાઓ ટ્વિટર પર શેર કરતા રહે છે. હાલમાં પણ તેમણે એક વીડિયો શેર કર્યો છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

હરતુ-ફરતુ ડિનર ટેબલ લઈ પેટ્રોલ પંપ પહોંચ્યા ચાર મિત્રો, વિચિત્ર જુગાડનો વીડિયો થયો વાયરલ
Viral video
Image Credit source: TWITTER

Follow us on

સોશિયલ મીડિયા પર લાખો વીડિયો અપલોડ થતા હોય છે. એમાં ના કેટલાક વીડિયો એટલા યૂનિક હોય છે, જે તેની યૂનિકનેસને કારણે સોશિયલ મીડિયાના તમામ યુઝર્સ સુધી પહોંચી જાય છે. પ્રખ્યાત બિઝનેસમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra Tweet) યૂનિક વીડિયો, ઘટનાઓ અને વાર્તાઓ ટ્વીટર પર શેયર કરતા રહે છે. હાલમાં પણ તેમણે એક વીડિયો શેયર કર્યો છે. સોશિયલ મીડિયા પર દરરોજ અજીબોગરીબ વીડિયો વાયરલ (Viral video) થતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવો વીડિયો જોયો છે, જેમાં કેટલાક લોકો રસ્તામાં એકબીજા સાથે વાત કરતા સમયે ડિનર ટેબલ પર જમતા હોય? ઘણીવાર આપણે લોકો કાર પર બેસીને ધ્યાન કેન્દ્રિત કરીને કાર ચલાવતા જોઈએ છીએ. સ્ટિયરિંગ પર તેનો હાથ છે અને ક્લચ-ગિયર પર પગ છે, પરંતુ તે વધારે કોઈ પ્રવૃતિ કરી શકતો નથી. જો કે, હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેને જોઈને તમારા હોંશ ઉડી જશે. તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ કેવી રીતે શક્ય છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ચાર લોકો ખુરશી પર બેઠા છે અને ટેબલ પર રાખેલુ ભોજન ખાઈ રહ્યા છે. આ ટેબલ ગાડીની જેમ રસ્તા પર હરીફરી શકે છે. ત્યાં જ આ ચાર લોકો આ હરતા-ફરતા ડિનર ટેબલ સાથે પેટ્રોલ પંપ પહોંચે છે અને પેટ્રોલ પંપ પર ઉભેલો વ્યક્તિ તેમને પેટ્રોલ પણ પૂરી આપે છે. ચાલો જાણીએ આ વીડિયો પાછળની હકીકત.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયોને શેયર કરતા આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યું, ‘મને લાગે છે કે આ ઈ-મોબિલિટી છે. જ્યાં ‘ઇ’ એટલે ખાવું.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 24 સેકન્ડના આ વીડિયોને 2 મિલિયન કરતા વધુ લોકોએ જોયો છે.

આ રીતે બન્યુ આ હરતુ-ફરતુ ટેબલ

આ ચાર લોકોએ જુગાડ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ હરતુ-ફરતુ ટેબલ બનાવ્યુ છે. વીડિયોને બરાબર જોતા એવુ દેખાઈ રહ્યુ છે કે આ ટેબલ કોઈ વાહન પર છે અને તેનું હેન્ડલ એક વ્યક્તિ પાસે છે. જ્યાંથી તે આ ટેબલને ફેરવી રહ્યો છે. આ વાહનમાં પેટ્રોલ પૂરવા તેઓ આ પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા.

Next Article