વાયરલ વીડિયો: વિદાય સમયે ઘરવાળાઓએ દુલ્હનને જબરદસ્તીથી મોકલી સાસરે, રડી રડીને અડધી થઈ દુલ્હન

હાલમાં સોશિયલ મીડિયા પર દુલ્હનની વિદાયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હનના પરિવારજનો તેની જબરદસ્તી વિદાય કરતા જોવા મળી રહ્યા છે.

વાયરલ વીડિયો: વિદાય સમયે ઘરવાળાઓએ દુલ્હનને જબરદસ્તીથી મોકલી સાસરે, રડી રડીને અડધી થઈ દુલ્હન
Viral video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 02, 2022 | 10:10 PM

લગ્ન દ્વારા પતિ-પત્નીના પવિત્ર સંબંધની શરુઆત થાય છે. ભારતમાં વર્ષોથી પરંપરાગત રીતે લગ્ન થતા આવ્યા છે. અલગ અલગ ધર્મ અને જાતિમાં કેટલાક રીત-રિવાજો અલગ અલગ હોય છે પણ લગ્ન પછી પત્ની એ પોતાનું ઘર છોડીને પતિના ઘરે જવુ જ પડે છે. આ પરંપરા લગભગ દરેક ધર્મ-જાતિમાં હોય છે. દુનિયામાં ઘણા ઓછા સમુદાય એવા હોય છે, જ્યાં દીકરીની વિદાય નથી થતી પણ જમાઈને ઘર જમાઈ બનાવવામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર દુલ્હનની વિદાયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હનના પરિવારજનો તેની જબરદસ્તી વિદાય કરતા જોવા મળી રહ્યા છે.

આ વાયરલ વીડિયોમાં એક લગ્ન સ્થળનો નજારો જોઈ શકાય છે. વીડિયોમાં લગ્નમાં આવેલા મહેમાનો જોવા મળી રહ્યા છે. તેવામાં કેટલાક લોકો એક દુલ્હનને લઈને જબરદસ્તી કારમાં નાંખતા દેખાય છે. મળતી માહિતી અનુસાર આ લોકો દુલ્હનના પરિવારજનો છે. લગ્ન પછી દુલ્હન સાસરે જવા તૈયાર ન હતી. તેથી પરિવારજનો એ તેની સાથે જબરદસ્તી કરીને તેને સાસરે મોકલી હતી. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં ચાલતા સોન્ગને કારણે સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખુબ મનોરંજન આપી રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @bridal_lehenga_designn નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થઈ ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યુ છે કે, આ વીડિયો જોઈને લાગી રહ્યુ છે કે ઘરવાળા પોતાના ઘરનો કચરો કાઢી રહ્યા છે. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.