Video : બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, બે યુવાનોએ આગથી બચવા કંઈક એવુ કર્યુ કે જોઈને તમારા ધબકારા વધી જશે

|

Dec 19, 2021 | 4:02 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં બે યુવાનો આગથી બચવા કંઈક એવુ કરે છે, તે જોઈને તમારા પણ ધબકારા વધી જશે.

Video : બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, બે યુવાનોએ આગથી બચવા કંઈક એવુ કર્યુ કે જોઈને તમારા ધબકારા વધી જશે
Fire In Building

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે, જેમાં કેટલાક દ્રશ્યો એવા હોય છે જે જોઈને લોકોના હોંશ ઉડી જાય છે. તાજેતરમાં આવો જ એક શોકિંગ વીડિયો (Shocking Video) સામે આવ્યો છે. જેમાં બહુમાળી ઈમારતમાં આગ લાગવાથી બે યુવકોએ પોતાનો જીવ બચાવવા માટે કંઈક એવુ કરે છે, તે જોઈને તમારા ધબકારા પણ વધી જશે. આ વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આગથી બચવા યુવકોએ બારીનો સહારો લીધો

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

કોઈ ઈમારતમાં જ્યારે આગ લાગે છે, ત્યારે જમીનથી કેટલાંક ફૂટ ઉપર જીવ બચાવવો મુશ્કેલ બની જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક બહુમાળી ઈમારતના પાંચમા માળે આગ લાગેલી જોવા મળે છે. આ આગની લપેટમાં બે યુવકો આવી ગયા છે. આ પછી, યુવક બારી પર લટકીને પોતાનો જીવ બચાવતો જોવા મળે છે.

જુઓ દિલધડક દ્રશ્યો

ન્યુયોર્કની બહુમાળી બિલ્ડીંગમાં આગ

તમને જણાવી દઈએ કે, આ ઘટના ન્યુયોર્કના (New York) મેનહટનની છે. મેનહટનના ઈસ્ટ વિલેજમાં એક બહુમાળી ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં એક રૂમમાં બે યુવકો ફસાઈ ગયા હતા. તે પછી તેઓ કોઈ રસ્તો શોધી શક્યા ન હતા. ત્યારબાદ તે યુવકોએ પોતાનો જીવ બચાવવા બારીનો આશરો લીધો હતો. બંને પહેલા બારી પર લટક્યા. વીડિયોમાં બંને લાંબા સમય સુધી બારી પર લટકતા જોવા મળે છે.

આ પછી એક યુવકે બારી પાસેનો પાઇપ જોયો. ત્યારબાદ બંને યુવકો પાઈપના સહારે લટકીને નીચે પહોંચ્યા અને કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો. મળતા અહેવાલ મુજબ આ ઘટના 16 ડિસેમ્બરની છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈસ્ટ વિલેજના જેકબ રીસ હાઉસમાં 118 એવન્યુ D માં ઈલેક્ટ્રિક શોટ-શર્કિટને કારણે આગ લાગી હતી. આ વીડિયો સામે આવતા હાલ લોકો પણ આશ્વર્યચકિત થયા છે.

 

આ પણ વાંચો : Viral : એક્ટ્રેસ અંકિતા લોખંડેના જન્મદિવસને પતિ વિકી જૈને બનાવ્યો ખાસ, શેર કરી આ સ્પેશિયલ પોસ્ટ

Published On - 1:27 pm, Sun, 19 December 21

Next Article