Viral video: ઘર ઉપરથી ફાઈટર પ્લેન પસાર થયું, જોરદાર ગર્જના સાંભળીને કૂતરો ડરી ગયો

|

Jun 05, 2023 | 8:24 PM

Sonic Boom In US: સોમવારે અમેરિકાના વોશિંગ્ટન ડીસી અને વર્જિનિયાના લોકો વિચિત્ર જોરથી અવાજ સાંભળીને ગભરાઈ ગયા. ઘણા લોકોએ કહ્યું કે અવાજ એટલો જોરદાર હતો કે તેમના ઘર ધ્રૂજી ઉઠ્યા.

Viral video: ઘર ઉપરથી ફાઈટર પ્લેન પસાર થયું, જોરદાર ગર્જના સાંભળીને કૂતરો ડરી ગયો

Follow us on

Viral video: સોમવારે અમેરિકાના વોશિંગ્ટન ડીસી અને આસપાસના વિસ્તારોમાં ગભરાટનું વાતાવરણ હતું, જ્યારે લોકોએ મોટા વિસ્ફોટ જેવો અવાજ સાંભળ્યો હતો. અવાજ એટલો જોરદાર હતો કે લોકોના ઘર ધ્રૂજી ઉઠ્યા હતા. પછી શું બાકી હતું. ગભરાયેલા લોકોએ આ વિચિત્ર અવાજ વિશે જાણવા માટે સોશિયલ મીડિયા પર પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેમના ઘરના સીસીટીવી ફૂટેજ પણ શેર કર્યા હતા, જેમાં મોટા અવાજો રેકોર્ડ થયા હતા. આ દરમિયાન અમેરિકન એરફોર્સે કંઈક એવો ખુલાસો કર્યો જે વધુ ચોંકાવનારો હતો. ટ્રેન્ડિંગ વીડિયો અહીં વાંચો.

વોશિંગ્ટન ડીસી અને ઉત્તરીય વર્જિનિયા ઉપર એક અજાણ્યું ખાનગી જેટ એરસ્પેસનું ઉલ્લંઘન કરીને ઉડાન ભરી રહ્યું હતું. પ્રાઈવેટ જેટ રેડિયો સિગ્નલોનો પ્રતિસાદ ન આપતું હોવાથી F-16ને સુપરસોનિક ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું. જેના કારણે લોકોએ જોરદાર ગર્જના (સોનિક બૂમ)નો અવાજ સાંભળ્યો. ટ્વિટર પર @goodguyguybrush હેન્ડલથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં રોકેટ નામનો કૂતરો સોનિક બૂમને કારણે ડરી ગયો હોય તેવું જોઈ શકાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સોનિક બૂમ ક્યારે થાય છે?

નોંધનીય કે જ્યારે પ્લેન અવાજની ઝડપ કરતાં વધુ ઝડપથી ઉડે છે ત્યારે સોનિક બૂમ થાય છે. યુએસ સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર, જ્યારે પ્લેન આકાશમાં ઝૂમ કરે છે, ત્યારે તે પ્રચંડ બળ સાથે હવાના અણુઓને એક તરફ ધકેલે છે. આનાથી જોરથી ગર્જના થાય છે. વિચિત્ર અવાજ સિવાય, સોનિક બૂમ તમારા ઘરને નુકસાન પહોંચાડી શકે છે. મોટા અવાજથી બારીઓ પણ તૂટી શકે છે.

આ પણ વાંચો : Viral Video : શ્વાનને બાળકની જેમ લાડ લડાવી રહી છે મહિલા, જુઓ હૃદયસ્પર્શી Video

અમેરિકી મીડિયાના જણાવ્યા પ્રમાણે ફાઈટર જેટ દ્વારા પ્રાઈવેટ જેટને તોડી પાડવામાં આવ્યું નથી. એફ-16 એ અજાણ્યા એરક્રાફ્ટનો પીછો કર્યો જ્યાં સુધી તે તેના પાઇલટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યા પછી વર્જિનિયાના પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article