Funny Video : સ્કૂલના દિવસો તમામના જીવનમાં યાદગાર દિવસો હોય છે. ભણવાની સાથે શિક્ષકો અને મિત્રો સાથે કરેલી મસ્તી અને ધમાલ જીવનભર યાદ રહે છે. તે દિવસોને મન ભરીને જીવી લેવા જોઈએ. હાલમાં કેટલાક સ્કૂલના વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક મહિલા પત્રકાર વિદ્યાર્થીઓને ગણિતનું એક સૂત્ર પૂછે છે, જેના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા જવાબ સાંભળીને તમે હસી હસીને લોટપોટ થઈ જશો. આ વીડિયો ક્યાંનો છે તે જાણવા નથી મળ્યુ પણ તે લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં એક સ્કૂલ બહારનો નજારો જોવા મળી રહ્યો છે. એક મહિલા રિપોર્ટર કેટલાક વિદ્યાર્થીઓને ગણિત વિષયનો a+bનો હોલ ક્યૂબ ફોર્મૂલા પૂછે છે. જે 10માં ધોરણમાં ભણાવવામાં આવે છે. પણ આ બાળકો પોતાના જ અંદાજમાં તેનો જવાબ આપે છે. પણ તે ખોટા હોય છે. બીજા વિદ્યાર્થીઓ જે જવાબ આપે છે, તેને સાંભળીને તમે પણ હસી હસીને લોટપોટ થઈ જશો. જુઓ આ મજેદાર વીડિયો.
આ રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્ટાગ્રામ પર deveshup45 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, મારા મિત્રોનો પણ આવો જ હાલ છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, વાહ તમે ખોટો જવાબ પર હિંમતથી આપ્યો તેના માટે અભિનંદન. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ ભાઈઓ મારી જેમ લાસ્ટ બેન્ચવાળા લાગે છે. આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.
Published On - 7:49 pm, Mon, 26 September 22