વાયરલ વીડિયો : પિતાએ દીકરીને આપી નવી નોકરીની સરપ્રાઈઝ, દીકરીએ આપ્યુ આવુ રિએક્શન

હાલમાં પિતા અને દીકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ ભાવુક થઈ રહ્યા છે.

વાયરલ વીડિયો : પિતાએ દીકરીને આપી નવી નોકરીની સરપ્રાઈઝ,  દીકરીએ આપ્યુ આવુ રિએક્શન
Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 15, 2022 | 11:33 PM

Trending Video : માણસો માટે તેમના સંબંધો વધારે અમૂલ્ય હોય છે. પૈસા-ભૌતિક વસ્તુ કરતા વધારે વ્યક્તિ પોતાના સંબંધોના કારણે સારુ જીવન જીવી શકે છે. પિતા અને દીકરીનો સંબંધ એ દુનિયાામાં સૌથી ખાસ અને અલગ હોય છે. પિતા અને દીકરી એક બીજાને કયારેય દુખી નથી જોઈ શકતા. તેઓ હંમેશા એકબીજાની ખુશીઓ માટે કઈકને કઈક કરતા રહે છે. હાલમાં પિતા અને દીકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ ભાવુક થઈ રહ્યા છે.

આ વીડિયોમાં એક સામાન્ય પરિવારનું ઘર જોવા મળી રહ્યુ છે. વીડિયોમાં એક પિતા તેની દીકરીને નવી નોકરીની સરપ્રાઈઝ આપતા જોવા મળે છે. જેને કારણે દીકરીના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. તે પોતાની પિતાને એવી ભેટી પડે છે, કે જાણે તેનું સૌથી મોટું સપનુ પૂરુ થઈ રહ્યુ હોય. વીડિયોમાં તમે સ્કૂલ ડ્રેસમાં એક બાળકીને આંખો બંધ કરીને ઊભી રહેલી જોઈ શકો છો. તેવામાં તેના પિતા સ્વિગીનું ટી-શર્ટ લઈને આવે છે. વાત એમ છે કે , તેના પિતાને સ્વિગીમાં નોકરી લાગી હતી. તેવામાં તે ઘરની પરિસ્થિતિને કારણે નીરાશ થયેલીા દીકરીને સરપ્રાઈઝ આપીને ખુશ કરવા માટે આ કામ કરે છે. જેને કારણે તેની દીકરી ખુશ થઈ જાય છે. આવી નાની ખુશીઓ સાથે સામાન્ય પરિવારના લોકો પોતાનું જીવન જીવતા હોય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

પિતા અને દીકરીનો આ ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર pooja.avantika.1987 નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 8 લાખ કરતા વધારેલ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યુ છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. પિતા અને દીકરીનો આ ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.