Viral Video : ગલુડિયા ઉપરથી પસાર થઈ આખી માલગાડી, અંતે ચમત્કાર જોઈ દંગ રહી ગયા લોકો, જુઓ Video

Twitter Viral Video: સોશિયલ મીડિયા પર ભારતીય ટ્રેનને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં રેલવે ટ્રેક પર ફસાયેલા એક ગલુડિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ યુઝર્સ દંગ રહી ગયા છે.

Viral Video : ગલુડિયા ઉપરથી પસાર થઈ આખી માલગાડી, અંતે ચમત્કાર જોઈ દંગ રહી ગયા લોકો, જુઓ Video
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 20, 2023 | 5:26 PM

‘જાકો રાખે સાઈયાં, માર શકે ના કોઈ’ આ પ્રખ્યાત કહેવત તો તમે સાંભળી જ હશે. દુનિયામાં ઘણા લોકો માટે આ કહેવત સાચી પણ થાય છે. હાલમાં એક ગલુડિયા માટે આ કહેવત ચરિતાર્થ થતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ગલુડિયા પરથી માલગાડી પસાર થતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો માત્ર 36 સેકેન્ડનો છે પણ આ વીડિયોમાં જે ઘટના જોવા મળી રહી છે. તે ચમત્કારથી ઓછી નથી. એક ગલુડિયુ રેલવે ટ્રેકને પાર કરી રહ્યું હતું, ત્યારે જ સામેથી એક માલગાડી રેલવે ટ્રેક પર આવે છે. જેને કારણે ગલુડિયાને રેલેવે ટ્રેકની જમીન પર જીવ બચાવવા માટે સૂઈ જવું પડે છે. ત્યાર બાદ તે થાય છે તે જોઈ લોકોના મોઢા પર ખુશી આવી જાય છે.

આખી માલગાડી રેલવે ટ્રેક પરથી પસાર થઈ ગયા બાદ તે ગલુડિયુ એકદમ સુરક્ષિત જોવા મળે છે. આખી માલગાડી તેના શરીર પરથી પસાર થવા છતા તેને એકપણ ઈજા થતી નથી. વીડિયોના અંતે તે રેલવે ટ્રેક પરથી ઉતરી પોતાના રસ્તે જતો દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : 83 વર્ષની દાદીએ પહેલીવાર કરી વિમાનમાં મુસાફરી, વીડિયો જોઈ યુઝર્સને ચહેરા પર આવી સ્માઈલ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,’રામ રાખે તેને કોણ ચાખે’. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગયા જન્મના પુષ્ણનું ફળ છે આ કે તેનો જીવ બચ્યો.અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનની કૃપાથી જીવ બચી ગયું બિચારુ ગલુડિયુ.