વાયરલ વીડિયો : ગામડામાં લગ્ન દરમિયાન મહેમાનો એ કરી વિચિત્ર હરકત, બંધ કરવો પડ્યો ફૂવારો

કેટલીકવાર શહેરની વસ્તુઓ જોઈ ગામડાના લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચિત્ર હરકતો કરવા લાગે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

વાયરલ વીડિયો : ગામડામાં લગ્ન દરમિયાન મહેમાનો એ કરી વિચિત્ર હરકત, બંધ કરવો પડ્યો ફૂવારો
Funny Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 20, 2022 | 8:10 PM

Funny Video : ભારત ગામડાઓનો દેશ છે. ભારત દેશ હજારો ગામઓથી બનેલો દેશ છે. સમયની સાથે સાથે શહેરોનો વિકાસ થયો, ધંધા રોજગાર માટે ગામના લોકો શહેર તરફ જવા લાગ્યા. હવે શહેર એવા મોટા થવા લાગ્યા છે, ગામડા નાના થવા લાગ્યા છે. શહેરમાં વિકાસ થાય છે, પણ ગામ વિકાસથી વંચિત રહી જાય છે. ગામ સુધી જરુરી ટેકનોલોજીના શિક્ષણ જેવી સુવિધાઓ નથી પહોંચતી, જેને કારણે ગામડામાં વસતા લોકો શહેરના લોકો કરતા પાછળ રહી જાય છે. કેટલીક વાર તો શહેરની વસ્તુઓ જોઈ ગામડાના લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચિત્ર હરકતો કરવા લાગે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે લગ્નનો નજારો જોઈ શકો છો. આ લગ્ન ગામડામાં થઈ રહેલા છે. લગ્નને યાદગાર બનાવવા માટે સરસ મજાનું ડેકોરેશન પણ કરવામાં આવ્યુ હતુ. પણ ગામડાના દેશી અને ભોળા લોકો લગ્નના ડેકોરેશનમાં મૂકેલા ફૂવારા સાથે વિચિત્ર હરકત કરવા લાગે છે.

ગામડાના લોકોને લાગે છે કે તે ફૂવારો ખાવાની પ્લેટ ધોવા માટે છે. પછી તો એક પછી એક લોકો પોતાની પ્લેટ તે ફૂવારાના પાણીથી ધોવા લાગે છે. એક સમયે ફૂવારો બંધ કરવાની પણ ફરજ પડે છે. આ વીડિયો ક્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

આ રહ્યો એ રમૂજી વાયરલ વીડિયો

 

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @JaikyYadav16 નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, ગામના લગ્નમાં વધારે ડેકોરેશન એટલે જ ન કરવુ જોઈએ, છેલ્લે ફુવારો બંધ ન કરવો પડયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.