વાયરલ વીડિયો : કલાકારે પોતાના ઘરને બનાવી દીધુ માસ્ટરપીસ, આખા ઘરની દિવાલો પર કરી દીધી અનોખી ચિત્રકારી

|

Oct 06, 2022 | 6:31 PM

હાલમાં બ્રિટેનના એક કલાકારનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વ્યક્તિ એ પોતાની કલાકારીથી પોતાના ઘરને આર્ટ ગેલરીમાં બદલી નાખ્યુ છે. આ વાયરલ વીડિયો જોઈ તમે પણ કહેશો કે આ તો માસ્ટરપીસ છે.

વાયરલ વીડિયો : કલાકારે પોતાના ઘરને બનાવી દીધુ માસ્ટરપીસ, આખા ઘરની દિવાલો પર કરી દીધી અનોખી ચિત્રકારી
Doodle art Viral Video
Image Credit source: Twitter

Follow us on

House Covered in Doodle Art: આપણી દુનિયામાં અનેક સંસ્કૃતિ, પરંપરા અને કલાઓ છે. આ તમામ માણસના સામાજીક જીવનને રંગોથી ભરી દેતી હોય છે. પ્રાચીન કાળથી હંમણા સુધી માણસના જીવનમાં કલાનું વિશેષ સ્થાન રહ્યુ છે. આ દુનિયામાં એકથી એક ચઢિયાતા કલાકારો છે. તેમની રચનાત્મકતા અને ટેલેન્ટથી આખી દુનિયા આશ્ચર્યમાં મુકાય જાય છે. હાલમાં બ્રિટેનના એક કલાકારનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વ્યક્તિ એ પોતાની કલાકારીથી પોતાના ઘરને આર્ટ ગેલરીમાં બદલી નાખ્યુ છે. આ વાયરલ વીડિયો જોઈ તમે પણ કહેશો કે આ તો માસ્ટરપીસ છે.

આ વાયરલ વીડિયોમાં તમે કલાકારીનો અદ્દભુત નજારો જોઈ શકો છો. આ વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ Mr Doodle છે. તેનુ સાચુ નામ સેમ ફોક્સ છે. તે પોતાના ડૂડલ આર્ટને કારણે લોકો વચ્ચે Mr Doodleના નામથી જાણીતો થયો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે પોતાના ઘરના વોશરુમથી લઈને રસોડા સુધીના 12 રુમની દિવાલોને ડૂડૂલ આર્ટથી રંગી કાઢયુ છે. આ કામમાં તેને 12.5 કરોડનો ખર્ચ અને 2 વર્ષનો સમય લાગ્યો હતો. આ વીડિયોમાં તેના 2 વર્ષની મહેનત જોવા મળી રહી છે. જે પ્રશંસાને પાત્ર પણ છે.

8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન
આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!

આ રહ્યો એ અનોખો વાયરલ વીડિયો

 

આ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Mr Doodle નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ કલાકારે પોતાના 2 વર્ષની મહેનતને 2 મિનટમાં સ્ટોપ મોશન વીડિયો દ્વારા દર્શાવામાં આવ્યુ છે. આ વીડિયોમાં કુલ 1857 ફોટોથી બનાવવામાં આવ્યો છે. આ અદ્દભુત અને અનોખુ કામ કરવામાં તેને 2296 પેન અને 401 બ્લેક સ્પ્રે પેન્ટ કેનનો ઉપયોગ કર્યો હતો. તેની સાથે સાથે તેમાં 900 લીટર સફેગ રંગ અને 286 ડ્રોઈન્ગ પેન્ટ બોટલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.