
એક સંતાનને જન્મ આપવો એક જીવનની સૌથી મોટી ખુશીમાંથી એક હોય છે. એક યુવતી જ્યારે માતા બંને છે અને એક યુવક જ્યારે પિતા બને છે ત્યારે તે ક્ષણ તેમના માટે જીવનભર માટે યાદગાર રહી જાય છે. કોઈ પણ વાલી માટે તેનું સંતાન સૌથી વધારે પ્રિય અને કિંમતી હોય છે. પણ આજ કિંમતી સંતાન ઘણીવાર માથાનો દુખાવો પણ બનતા હોય છે. વાલીઓની સૌથી મોટી સમસ્યાનું સમાધાન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
નવજાત બાળકના વાલી ઘણીવાર પોતાના સતત રડતા બાળકને શાંત કરવામાં નિષ્ફળ જતા હોય છે. ઘણા પ્રયાસો બાદ પણ તેઓ નવજાતને ચૂક કરી શકતા નથી. હવે આ સમસ્યાનું સમાધાન કરી શકે તેવી એક ટ્રિક ડોકટરે જણાવી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ડોક્ટરનું ક્લિનીક જોવા મળી રહ્યું છે. ત્યાં એક નવજાત બાળક રડી રહ્યો છે અને તેની માતા પણ ત્યાં બેઠી છે.
સતત રડતા બાળકને ચૂપ કરવા માટે ડોક્ટર એક ખાસ ટ્રિક બતાવે છે. ડોક્ટર બાળકને પોતાના હાથમાં ખાસ સ્થિતિમાં રાખે છે, જેને કારણે બાળક તરત ચૂપ થઈ જાય છે. આ રીતે અન્ય એક વ્યક્તિ પોતાના ઘરમાં અજમાવી જોઈ છે અને તેનો બાળક પણ ચૂપ થઈ જાય છે. આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં જોવા મળી રહ્યું છે કે ડોક્ટરની આ ટ્રિક સૌને કામ આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સમસ્યાનું સમાધાન થઈ ગયું. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ ડોક્ટરને સલામ. આવા અનેક યુઝર્સની પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.