Viral Video: કિંગ કોબરા સાથે રમતો દેખાયો બાળક, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો

Viral Video : બાળકો નાદાન હોઈ છે. નાની વયમાં તેમને એ સમજ નથી હોતી કે તેમણે શું કરવું કે શું ના કરવુ, શેનાથી દૂર રહેવું કે કઈ વસ્તુને ના અડકવી. આ સમજ તેમને અનુભવ પરથી જ આવે છે. આ સમજ આવે તે પહેલા તેમનાથી એવા કામ થઈ જાય છે કે ભલભલા ચોંકી જાય છે.

Viral Video: કિંગ કોબરા સાથે રમતો દેખાયો બાળક, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો
Viral Video
Image Credit source: TWITTER
| Edited By: | Updated on: Jul 25, 2022 | 5:40 PM

સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો અપલોડ થતા હોય છે અને વાયરલ પણ થતા હોય છે. આ સોશિયલ મીડિયા પર બાળકોના વીડિયો પણ ખુબ વાયરલ (Viral Video) થતા હોય છે. બાળકની મસ્તીના, રમતના, ઝગડાના કે પ્રાણીઓ સાથેના વીડિયો લોકો ખુબ પંસદ કરે છે. બાળકો નાદાન હોઈ છે. નાની વયમાં તેમને એ સમજ નથી હોતી કે તેમણે શું કરવું કે શું ના કરવુ, શેનાથી દૂર રહેવું કે કઈ વસ્તુને ના અડકવી. આ સમજ તેમને અનુભવ પરથી જ આવે છે. આ સમજ આવે તે પહેલા તેમનાથી એવા કામ થઈ જાય છે કે ભલભલા ચોંકી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો વાયરલ થયો છે. તે જે કામ કરી રહ્યો છે તેનાથી મોટા મોટા લોકો દૂર ભાગે છે. આ બાળક ખતરનાક કિંગ કોબરા (King Cobra) સાથે રમી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાની વયનું બાળક ઘરના આંગણામાં રમી રહ્યું છે. તે જ સમયે એક કોબ્રા સાપ તેની સામે બેઠો છે. આવા સાપને જોઈને મોટી વયના લોકો દૂર ભાગી જાય છે, પણ આ બાળક તેની સાથે રમકડાની જેમ રમી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કોબ્રા કેટલો ખતરનાક લાગે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કોબ્રા બાળકને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો નથી.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ચોંકાવનારો વીડિયો ટ્વિટર પર @avituchuz હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કોઈ બીજી પોસ્ટના જવાબમાં આ વીડિયો શેર કર્યો હતો, જેને જોઈને ટ્વિટર યુઝર્સના ચોંકી ગયા હતા. આ વીડિયો જોઈ કેટલાક લોકો કહી રહ્યા છે કે, સાપના દાંત તોડીને તેનું ઝેર કાઢી લેવામાં આવ્યું છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આટલી નાની ઉંમરમાં બાળકોને આવા જીવો સાથે છોડી દેવા એ બિલકુલ ખોટું છે. લોકો બાળકના માતા-પિતાને પણ ઘણું તોણા મારી રહ્યા છે. અને બાળકવી સંભાળ રાખવાની સલાહ આપી રહ્યા છે.