Viral Video: અશોક ગેહલોતે કર્યુ અક્કલનું પ્રદર્શન, દેશના પહેલા એવા મુખ્યમંત્રી બન્યા જેમણે માસ્ક હટાવ્યા વિના ચરણામૃત પીધું!

|

Sep 06, 2022 | 7:34 PM

Ashok Gehlot Viral Video: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યપ્રધાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બનેલી ઘટના એવી છે કે તમે તેને જોઈ હસી હસીને લોટપોટ થઈ જશો.

Viral Video: અશોક ગેહલોતે કર્યુ અક્કલનું પ્રદર્શન, દેશના પહેલા એવા મુખ્યમંત્રી બન્યા જેમણે માસ્ક હટાવ્યા વિના ચરણામૃત પીધું!
Ashok Gehlot Viral Video
Image Credit source: TV9 gfx

Follow us on

જાહેર જનતા વચ્ચે રહેતા નેતાઓ અને મોટી હસ્તીઓએ તેમના દરેક કામ સમજી વિચારીને કરવા પડે છે. તેમને અનેક લોકો જોતા હોય છે, તેમને અનેક લોકો આઈડલ પણ માનતા હોય છે પણ કેટલીકવાર તેમની ખરાબ હરકત તેમના માટે મુશ્કેલી સર્જી શકે છે. સોશિયલ મીડિયા પર તમે નેતાઓ અને બોલિવૂડ સ્ટારને ટ્રોલ થતા જોયા જ હશે. હાલમાં આ લિસ્ટમાં અશોક ગેહલોતનું નામ જોડાયુ છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત (Ashok Gehlot) શુક્રવારે જેસલમેર પાસેના રાનદેવરાના બાબા રામદેવના મંદિરે દર્શન માટે ગયા હતા. ત્યાં તેમની સાથે એવી ઘટના બની કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ ગયો હતો.

આ વાયરલ વીડિયોમાં એક મંદિરનો નજારો દેખાય રહ્યો છે. અશોક ગેહલોત ભીડને કારણે કોરોનાથી બચવા માસ્ક પહેરીને ઉભા છે. કેટલાક અધિકારીઓની સાથે મંદિરના પૂજારી પણ આ મંદિરના ગર્ભ ગૃહમાં દેખાય રહ્યા છે. ત્યાં પૂજારી અશોક ગેહલોતને પ્રસાદ રુપે ચરણામૃત આપે છે અને અશોક ગેહલોત કઈ પણ વિચાર્યા વગર ચરણામૃતને માસ્ક કાઢ્યા વગર તેની અંદરથી જ પી જાય છે. તેમની આ હરકત જોઈ લોકો દંગ રહી ગયા હતા. કેટલાક લોકો તો આ ઘટના જોઈ હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.

પાકિસ્તાની ક્રિકેટર મોડેલ સાથે ગેમ રમતો જોવા મળ્યો
Jioના 70 દિવસના પ્લાને મચાવી હલચલ ! 105GB ડેટા સાથે મળી રહ્યું ઘણુ બધું
શિવલિંગ પર બિલિપત્ર સીધુ ચઢાવવું જોઈએ કે ઊંધુ? આ જાણી લેજો
Blood Infection Symptoms : લોહીમાં ઇન્ફેકશન હોય તો શરીરમાં કેવા લક્ષણ દેખાય ?
આ છે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ભેગા મળીને પણ ખરીદી નહીં શકે
રોહિત શર્માની પત્નીનું સ્પોર્ટસ સાથે ખાસ કનેક્શન છે,જુઓ ફોટો

આ રહ્યો અશોક ગેહલોતનો વાયરલ વીડિયો

 

મંદિરની બહાર લાગી રહ્યા હતા મોદી-મોદીના નારા

આ મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તોમાંથી કેટલાક લોકોએ અશોક ગેહલોતને જોઈને પહેલા ‘અશોક ગેહલોત ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. ત્યાં અશોક ગેહલોત પણ તેમની સામે હાથ હલાવી અભિવાદન કરી રહ્યા હતા પણ અચાનક ભક્તોના એક ગ્રુપમાંથી મોદી-મોદીના નારા લાગ્યા, જેને સાંભળી અશોક ગેહલોત તરત મંદિર તરફ આગળ વધ્યા અને વીઆઈપી ગેટમાં પ્રવેશ કર્યો.

અશોક ગેહલોતનો આ રમૂજી વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને જોઈ પહેલા તો દંગ રહી જાય છે પણ પછી પેટ પકડીને જોરજોરથી હશે પણ છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર રમૂજી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, ક્યાંથી આવે છે આવા લોકો? બીજા એક યુઝરે લખ્યુ છે કે આવા લોકો રાજ્યની સરકાર કઈ રીતે ચલાવે છે? અન્ય એક યુઝરે લખ્યુ છે કે બહાર મોદી-મોદીના નારા લાગી રહ્યા હતા, તેથી તણાવમાં અને દબાણમાં આવી અશોક ગેહલોતેથી આવું કામ થઈ ગયું. આ નાનકડો વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે.