Viral Video : 1 લાખનો iPhone પડયો ડેમમાં, શોધવા માટે છોડ્યુ 21 લાખ લીટર પાણી

જો મોબાઈલ ભૂલમાં ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો લોકોના શ્વાસ અધર થઈ જતા હોય છે. ફોન પ્રત્યેની દીવાનગીના આપણે ઘણા ઉદાહરણ સાંભળ્યા છે. હાલમાં એક સરકારી ઓફિસરનો 'ફોન પ્રેમ' દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : 1 લાખનો iPhone પડયો ડેમમાં, શોધવા માટે છોડ્યુ 21 લાખ લીટર પાણી
Viral Video
| Edited By: | Updated on: May 26, 2023 | 11:14 PM

આજના જમાનામાં ફોન એ દરેક વ્યક્તિના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. તેના વગર 1 દિવસ કાઢવો કોઈપણ વ્યક્તિ માટે મુશ્કેલ બની જતુ હોય છે. જો મોબાઈલ ભૂલમાં ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો લોકોના શ્વાસ અધર થઈ જતા હોય છે. ફોન પ્રત્યેની દીવાનગીના આપણે ઘણા ઉદાહરણ સાંભળ્યા છે. હાલમાં એક સરકારી ઓફિસરનો ‘ફોન પ્રેમ’ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વીડિયો છત્તીસગઢના ખેરકટ્ટા પરલકોટ જળાશયનો છે. રજા માણવા આવેલા સરકારી ઓફિસરનો 1 લાખનો આઈફોન 15 ફીટના ઊંડા પાણીમાં પડે છે. પોતાનો મોબાઈલ શોધવા માટે આ ઓફિસરે ગામના લોકોને કામે લગાડે છે. અંતે ફોન ન મળતા તે સિંચાઈ અધિકારી સાથે ચર્ચા કરે છે. તેઓ 30 એચપીનો પંપ લગાડીને ડેમમાંથી પાણી કાઢે છે. તે સતત 3 દિવસ સુધી તે ડેમમાંથી પાણી કાઢે છે.

21 લાખ લીટર પાણી વેડફયા બાદ પણ તે અધિકારીને તેનો ફોન મળ્યો ન હતો. લાખો લીટર પાણી વેડફવવા બદલ આ અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. પણ સોશિયલ મીડિયા પર એવા સવાલ થઈ રહ્યાં છે કે આ ફોનમાં એવું તો શું હતુ કે તેણે આ ફોન માટે લોકોનું 21 લાખ લીટર પાણી વેડફી નાખ્યું.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, તમારા બાપાની સંપત્તિ હતી સાહેબ ? અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવુ કામ કરતા પહેલા જરા બિચારા ખેડૂતો વિશે તો વિચારો.      આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો