Viral Video: પોતાની જ કાર નીચે કચડાયો કાર માલિક, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

હવે તો ઓટોમોટિક કાર રસ્તા પર ઉતરાવા તરફ લોકો કામ કરી રહ્યા છે. હાલમાં કારને લગતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ક્યા દેશનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો આપણા સૌ માટે એક બોધપાઠ સમાન છે.

Viral Video: પોતાની જ કાર નીચે કચડાયો કાર માલિક, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
Shocking Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Sep 13, 2022 | 8:52 PM

Shocking Video : ટેકનોલોજીના વિકાસની સાથે માનવજાતિનો પણ વિકાસ થયો છે. લોકોના કામ સરળ અને ઝડપી રીતે પૂરા થઈ રહ્યા છે. તેની સાથે સાથે માણસ નવી નવી ટેકનોલોજી પણ શોધી રહ્યો છે. ઓટોમોટિક રોબોટ વિશે તો તમે સાંભળ્યુ જ હશે. તે જ રીતે ઓટોમોટિક મશીનના કારણે ઉત્પાદન માટેના કારખાના અને બીજા ઘણા ક્ષેત્રોમાં ઘણા કામ ઝડપી બન્યા છે પણ તેને કારણે અનેક લોકોની રોજગારી પણ છીનવાઈ છે. હવે તો ઓટોમોટિક કાર રસ્તા પર ઉતરાવા તરફ લોકો કામ કરી રહ્યા છે. હાલમાં કારને લગતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ક્યા દેશનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો આપણા સૌ માટે એક બોધપાઠ સમાન છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર બંધ દુકાન પાસે ઉભી છે. કાર માલિક આ કાર પર કઈક કામ કરી રહ્યો છે. તે કારનું બોનેટ ખોલીને ડ્રાઈવિંગ સીટ પર જાય છે. ત્યારબાદ તે કાર ચાલુ કરી બોનેટ તરફ ફરી આવે છે. તે કારના એન્જિન પાસેના કોઈ ભાગને અડકે છે. જેના કારણે કાર જાતે જ આગળની તરફ વધે છે. જેના કારણે કાર માલિક દુકાનના સટ્ટર સાથે અથડાય છે. તે કાર અને સટ્ટર વચ્ચે ફસાઈ જાય છે.

તે સમયે એક મોટો અવાજ પણ આવે છે. તે ગંભીર રીતે ઘાયલ થાય છે, તેની ચિચયારી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલી ગંભીર રીતે ઘાયલ થયો હશે. તે એવી રીતે કાર અને સટ્ટર વચ્ચે ફસાયો હતો કે કેમેરામાં અને ત્યાં ઉભા લોકોને દેખાતો પણ નથી. આજુબાજુના લોકો આ ઘટના જોઈ દંગ રહી જાય છે અને તે કાર માલિકને ત્યાંથી કાઢવાનો પ્રયત્ન કરે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ragiing_bull નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. કેપ્શનમાં લખેલી માહિતી અનુસાર આ ઘટના ઓટોમેટિક કારની બ્રેક ફેલ થવાથી બની હતી. સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે આ આપણા બધા માટે એક શીખ છે. આવા કોઈ પણ કામ કરતી વખતે તમામ વસ્તુ સાવધાની પૂર્વક જોવી જોઈએ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, તેની ચિચયારી જ આ ઘટનાની ભયાનકતા દર્શાવે છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ભગવાન આવા દિવસ કોઈને ન બતાવે.