Viral Video: એક ટાયરને કારણે હવામાં ઉછળી કાર, અકસ્માતનો ચોંકાવનારો વીડિયો થયો Viral

Shocking Viral Video: એક ભૂલને કારણે ઘણા ભયાનક અકસ્માતો પણ થતા હોય છે. હાલમાં આવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતનો વીડિયો ખરેખર ભયાનક છે.

Viral Video: એક ટાયરને કારણે હવામાં ઉછળી કાર, અકસ્માતનો ચોંકાવનારો વીડિયો થયો Viral
Viral video
| Edited By: | Updated on: Mar 28, 2023 | 7:12 PM

રસ્તા પરથી પસાર થતા તમામ લોકોએ ટ્રાફિક અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું ખુબ મહત્વપૂર્ણ છે. તેમાં પણ રાજમાર્ગો પર વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. રસ્તા પર વાહન ચલાવતી વખતે એક વાહનચાલકની ભૂલ અનેક લોકો માટે આફત બની શકે છે. એક ભૂલને કારણે ઘણા ભયાનક અકસ્માતો પણ થતા હોય છે. હાલમાં આવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતનો વીડિયો ખરેખર ભયાનક છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદેશી ધરતીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. મોટા રાજમાર્ગ પરથી નાના-મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. કેટલાક વાહનોની સ્પીડ વધારે છે અને કેટલાક વાહનોની સ્પીડ ઓછી છે. તેવામાં એક એવી ઘટના બને છે, જેના કારણે ભયાનક દ્રશ્યો સર્જાઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાહનમાંથી ટાયર અચાનક છૂટુ પડે છે અને પાછળથી આવી રહેલા વાહન સાથે અથડાય છે, જેને કારણે તે વાહન હવામાં ઉછળે. આ વાહનનો ભારે નુકશાન થાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર ખતરનાક છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગાવન પણ કેવી કેવી સ્થિતિમાં મુકી દેતા હોય છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

 

Published On - 7:03 pm, Tue, 28 March 23