Viral Video: વરમાળા સમયે દુલ્હને જાહેરમાં વરરાજાને કરી કિસ, દુલ્હેરાજા શરમાયા, જુઓ વીડિયો

દુલ્હન કંઈક એવું કરે છે જેની પરિવારના સભ્યો અથવા વરરાજાએ કલ્પના પણ કરી ન હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કન્યા છોકરાને માળા પહેરાવતા પહેલા તેના ગાલ પર પ્રેમથી કિસ કરે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક લોકો દંગ રહી જાય છે.

Viral Video: વરમાળા સમયે દુલ્હને જાહેરમાં વરરાજાને કરી કિસ, દુલ્હેરાજા શરમાયા, જુઓ વીડિયો
Viral Video
| Edited By: | Updated on: Jul 07, 2023 | 2:17 PM

Wedding Viral Video: અત્યારે લગ્નની સિઝન નથી ચાલી રહી પરંતુ તેને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તમે પણ ઘણી વખત લગ્નમાં કે તેના વીડિયોમાં જોયું હશે કે દુલ્હન હંમેશા શરમાતી હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહેલા આ ક્લિપની વાત અલગ છે. આ વીડિયોમાં દુલ્હો શરમાય રહ્યો છે, જ્યારે દુલ્હનના અંદાજે લોકોને ક્લીન બોલ્ડ કર્યા.

વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા પણ દુલ્હનની હરકતથી દંગ રહી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નની વિધિ ચાલી રહે છે અને વરમાળા પહેરવાનો વારો આવે છે. આ સમયે કન્યા વરને હાર પહેરાવતા પહેલા દુલ્હાના ગાલ પર કિસ કરે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જયમાળા વખતે સ્ટેજ પર વર-કન્યા બંને હાજર છે.

દ્રશ્ય જોઈને હાજર દરેક લોકો દંગ રહી ગયા

આ સાથે બધા સગા-સંબંધીઓ પણ આ સુંદર ક્ષણને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરવા માટે ઉત્સુક છે. આ સમયે દુલ્હન કંઈક એવું કરે છે જેની પરિવારના સભ્યો અથવા વરરાજાએ કલ્પના પણ કરી ન હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કન્યા છોકરાને માળા પહેરાવતા પહેલા તેના ગાલ પર પ્રેમથી કિસ કરે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક લોકો દંગ રહી જાય છે.

અહીં જુઓ વીડિયો

 

 

દુલ્હનનો આ બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને @memecentral.teb આઈડી પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે, વાહ શું સીન છે. થોડી સેકન્ડની ક્લિપને અનેક વખત જોવામાં આવી છે તેમજ તેના પર અત્યાર સુધીમાં 6 હજાર લાઈક્સ આવી ચૂકી છે. આ સિવાય ઘણા લોકોએ ફની રીતે પોતાની કમેન્ટ્સ પણ આપી છે.

આ પણ વાંચો : VIRAL VIDEO: એક વ્યક્તિએ અજીબોગરીબ જુગાડથી આઈસ્ક્રીમ બનાવ્યો, લોકોનું માથું ભમી ગયું

એક યુઝરે કમેન્ટ કરી છે કે, બાબુ ભૈયા, આ બધું સરકારી નોકરીની અજાયબી છે. અન્ય એક યુઝર કહે છે કે, રીલ્સ બનાવવાના ચક્કરમાં લોકો ભારતીય સંસ્કૃતિની એસી-તેસી કરી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, લોકોએ લગ્નને પ્રદર્શન બનાવી દીધું છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો