Viral Video : 210 કિલો વજન ઉઠાવવા ગયો અને બોડી બિલ્ડરનો જીવ ગયો, જીમનો ખતરનાક Video થયો Viral

Bodybuilder Justin Vicky Death: આજની યુવા પેઢીમાં ફિટનેસને લઈને ભારે ક્રેઝ જોવા મળે છે. હાલમા બોડી બિલ્ડર જસ્ટિન વિક્કીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે. જેમાં જીમમાં કસરત દરમિયાને તેનું મોત નીપજે છે.

Viral Video : 210 કિલો વજન ઉઠાવવા ગયો અને બોડી બિલ્ડરનો જીવ ગયો, જીમનો ખતરનાક Video થયો Viral
Viral Video bodybuilder justin vicky
| Edited By: | Updated on: Jul 24, 2023 | 12:15 PM

Bali : ફિટનેસની વાત આવે ત્યારે જીમ ભારે ચર્ચામાં હોય છે. પણ હાલમાં યુવાનોના મોતને કારણે જીમ ભારે ચર્ચામાં છે. દિલ્હીમાં એક 24 વર્ષનો યુવક ટ્રેડમિલ પર વર્કઆઉટ કરતી વખતે મૃત્યુ પામ્યો. આવી જ એક ઘટના ઈન્ડોનેશિયાના બાલીમાં બની છે. જીમમાં કસરત કરતી વખતે એક યુવકે 200 કિલોનું વજન ઉઠાવ્યું અને તેનું પ્રાણ પખેરુ ઉડી ગયુ. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, આ વીડિયો 15 જુલાઈ, 2023નો છે. ફિટનેસ ઈન્ફ્લુએન્સર જસ્ટિન વિક્કી જીમમાં રોજિંદી કસરત કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો પોતાના વર્ક આઉટના વીડિયો મૂકતા રહે છે. તેવી જ રીતે તેણે પોતાના વર્કઆઉટનો એક વીડિયો રેકોર્ડ કર્યો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે 210 કિલો વજન ઉઠાવવાની તૈયારી કરે છે.

આ પણ વાંચો : UP Police Viral Photos : ચલણને કારણે વ્યક્તિ એવી રીતે થયો ગુસ્સે, પોલીસકર્મીઓની જ ખોલી દીધી પોલ

આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

 


તેને પાછળથી સપોર્ટ કરવા માટે એક જીમનો એક વ્યક્તિ પણ તેની સાથે રહે છે. જેવો જસ્ટિન વિક્કી જીમમાં 210 કિલોનું વજન ઉઠાવવા જાય છે, બાર્બેલ સેટનું વજન તેની ગરડન પર પડે છે અને તે સીધો જમીન પર પટકાય છે. તેની ગરડનની નસ દબાઈ જતા તે જીમમાં બેભાન થઈ જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનાથી જીમમાં અફરાતફરી મચી જાય છે. બેહોસ અને ઈજાગ્રસ્ત જસ્ટિન વિક્કીને તરત હોસ્પિટલ લઈ જવામાં આવે છે. પણ સારવાર દરમિયાન તેનું મોત થાય છે. આ ઘટનાનો વીડિયો તમામ જીમ રસિકોમાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ જીમ જમાના લોકોને આ વીડિયો મોકલીને સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે.

આ પણ વાંચો : Video Viral: દાદાને જોઈ યુવાનના પણ હોંશ ઉડી ગયા, માથા પર જોરદાર રીતે ફેરવી લાકડી

 

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો