આ છે દુનિયાના Best Boss! પોતાના ખર્ચે લઈ ગયા વિદેશ, વાયરલ વીડિયો જોઈ લોકોએ કહ્યું, ‘આવા બોસ અમને પણ આપો’

Viral News: વિચાર કરો કે તમારા બોસ આખી ટીમને પોતાના ખર્ચે વિદેશ પ્રવાસે લઈ જાય તો? વિચાર કરતા સાથે આંખોમાં ચમક આવી જાય. હાલામાં એક કંપનીના બોસ એ આવું જ એક કામ કર્યુ છે, જેનો વીડિયો વાયરલ થયો છે.

આ છે દુનિયાના Best Boss! પોતાના ખર્ચે લઈ ગયા વિદેશ, વાયરલ વીડિયો જોઈ લોકોએ કહ્યું, આવા બોસ અમને પણ આપો
Viral video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 09, 2022 | 8:58 PM

Letest Viral News : બોસ એક એવા વ્યક્તિ હોય છે, જે પોતાની ટીમ પ્રત્યે મિત્રભાવ રાખતો હોય તો ટીમ વધુ સારુ કામ કરી શકે પણ જો બોસ ખડુશ હોય, જેનો મૂડ હંમેશા બગડેલો હોય તેની ટીમમાં લોકોનું ટકવુ મુશ્કેલ છે. વિચાર કરો કે તમારા બોસ આખી ટીમને પોતાના ખર્ચે વિદેશ પ્રવાસે લઈ જાય તો? વિચાર કરતા સાથે આંખોમાં ચમક આવી જાય. હાલમાં એક કંપનીના બોસ એ આવું જ એક કામ કર્યુ છે, જેનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. ટાર્ગેટ, પ્રેશર અને કોમ્પિટિશન દરેક કંપનીમાં હોય છે પણ જો તેની સાથે બોસનો પ્રેમ, સાથ અને સહકાર હોય તો ટીમ વધુ સારુ કામ કરી શકે છે. ઓફિસનું વાતાવરણ પણ સારુ બની રહે છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો વિદેશ પ્રવાસનો આનંદ માણી રહ્યા છે. તેઓ અલગ અલગ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે, ફોટોઝ અને વીડિયો લઈ રહ્યા છે અને સાથે સાથે તેઓ લેપટોપ પર કામ પણ કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ એક જ કંપનીના કર્મચારીઓ છે અને તેમના બોસ તેમના ખર્ચે આખી ટીમને વિદેશ પ્રવાસ કરાવી રહ્યા છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

બોસે કરાવ્યો 14 દિવસનો વિદેશ પ્રવાસ

રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક માર્કેટિંગ ફર્મ એજન્સી છે. આ કંપનીના બોસ તેમની આખી ટીમને ઈન્ડોનેશિયાના પ્રખ્યાત પર્યટન સ્થળ બાલી લઈ ગયા. અહીં તેમણે પોતાની ટીમ માટે લક્ઝરી વિલામાં તમામ વ્યવસ્થા કરી હતી. આ પ્રવાસ દરમિયાન ઘણી ટીમ બોન્ડિંગ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કામની સાથે સાથે મસ્તી-મજા

કોરાનાએ આખી દુનિયામાં કામ કરવાની રીત બદલી નાખી છે. લોકો વર્ક ફ્રોમ હોમ અને બીજી કોઈ પણ જગ્યાએથી કામ કરતા થયા છે. એટલે જ આ કંપનીના બોસે 14 દિવસની વર્ક ટ્રીપનું આયોજન કર્યુ. જેથી ટીમ નવા ઉત્સાહથી કામ કરી શકે. ત્યાં તેમણે કામની સાથે સાથે ખૂબ મજા પણ કરી. આ સફળ પ્રવાસ બાદ બોસ બીજા એક પ્રવાસનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે. બોલો, આવા બોસ કોને ના જોઈએ!