હવે ATM માંથી મળશે ઈડલી, માર્કેટમાં આવેલા નવા મશીનને જોઈ આનંદ મહિન્દ્રા રહી ગયા દંગ

Idli ATM: સામાન્ય રીતે આપણે એટીએમમાંથી રોકડ પૈસા ઉપાડતા હોઈએ છે. પણ હવે એટીએમમાંથી ઈડલી પણ મેળવી શકાશે. હાલમાં ઈડલી એટીએમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હવે ATM માંથી મળશે ઈડલી, માર્કેટમાં આવેલા નવા મશીનને જોઈ આનંદ મહિન્દ્રા રહી ગયા દંગ
Idli atm machine
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 16, 2022 | 5:59 PM

Idli ATM Video: સમયની સાથે સાથે દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવે છે. તે પરિવર્તન વચ્ચે ટકી રહેવા માટે દરેક વ્યક્તિએ પોતાની જાતને અપડેટ રાખવુ પડે છે. સમયની સાથે દરેક વ્યક્તિએ પોતાની જાતમાં પણ પરિવર્તન લાવવા પડે છે. જૂની રીતથી ચાલનારા લોકો ઘણીવાર બીજા લોકોથી પાછળ છૂટી જાય છે. આધુનિક જમાનામાં બધાથી આગળ રહેવા દરેક ક્ષેત્રમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. સુરક્ષાના ક્ષેત્રથી લઈને હવે ખાણી-પીણીના ક્ષેત્રે પણ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર ઈડલી એટીએમનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ એટીએમમાંથી પૈસાની જગ્યાએ ઈડલી નીકળે છે.

આ વાયરલ વીડિયો બેંગ્લોરનો છે. દક્ષિણમાં ઈડલી સાંભાર અને મસાલા ઢોસા વધારે ખાવામાં આવે છે. એક સ્ટાર્ટઅપ કંપની દ્વારા આવા 2 મશીન બેંગ્લોરમાં મુકાવામાં આવ્યા છે. આ મશીનની મદદથી તમે 24 કલાકમાં ગમે ત્યારે ગરમ ગરમ ઈડલી મેળવી શકો છો. તેના માટે તમારે એક એપ પર કેટલીક પ્રોસેસ કરવાની હોય છે. તેની મદદથી 55 સેકેન્ડમાં ઈડલી મેળવી શકાય છે. અને એકવારમાં તમે 27 ઈડલીનો ઓર્ડર આપી શકો છો.આ મશીનનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


આ અનોખા ઈડલી એટીએમને જોઈને દેશના પ્રખ્યાત બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ દંગ રહી ગયા હતા.આ વીડિયો આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેયર કર્યો છે. તેઓ બેંગ્લોરના લોકોને પૂછી રહ્યા છે કે આ ઈડલીનો ટેસ્ટ કેવો છે ? સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, મેરા દેશ બદલ રહા હેૈ.