ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) દરરોજ તેમના ચાહકો સાથે પ્રેરણાદાયી વીડિયો અને ફોટોઝ શેર કરતા રહે છે. તાજેતરના સમયમાં આનંદ મહિન્દ્રાએ તેના ફોલોવર્સ માટે વધુ એક સરસ તસવીર શેર કરી છે. તે જોયા પછી, તમે પણ થોડા સમય માટે વિચારતા થઇ જશો.
તસવીરમાં તમે જોઈ શકો છો કે એક બોટ નદીમાં તરતી દેખાય છે, ખલાસીઓ સહિત ઘણા લોકો તેના પર બેઠા છે. આ ફોટો મનોજ કુમાર દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જે નંદી ફાઉન્ડેશનના CEO છે.
This is River Umngot, 100 Kms from Shillong, in Meghalaya state.
It appears as if the boat is in the air; water so clean and transparent. Apparently it is one of the cleanest rivers in the world!
I look forward to seeing this during my visit to Meghalaya 😍 pic.twitter.com/wIsI5Zfjpr— Manoj Kumar (@manoj_naandi) October 6, 2021
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પોતે આ તસવીર જોયા બાદ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો શેર કરીને તેમણે લોકોને મોટો સંદેશ આપ્યો છે. તેમણે એક લાઇનમાં લખ્યું, ‘આ એક અદભૂત દૃશ્ય છે. આપણી બધી નદીઓ કેવી હોવી જોઈએ તેની આ યાદ અપાવે છે.
That is a stunning visual. It’s a reminder of what all our rivers SHOULD look like… https://t.co/cmgbRsHbtp
— anand mahindra (@anandmahindra) October 16, 2021
આનંદ મહિન્દ્રાના આ ટ્વીટને 13 હજારથી વધુ લોકોએ પસંદ કર્યુ છે, જ્યારે 1100 થી વધુ લોકોએ રીટ્વીટ પણ કર્યું છે. આ સાથે, લોકો આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ નદીનું નામ ઉમંગોટ છે. ઉમંગોટ નદીને દૌકી પણ કહેવાય છે. દૌકી એક નાનું શહેર છે, જે ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલું છે. તે શિલોંગથી 95 કિલોમીટર દૂર છે. તેને ભારતની સૌથી સ્વચ્છ નદી માનવામાં આવે છે, જે દેખાવમાં કાચ જેવી લાગે છે. તેના પર દોડતી હોડીઓ જાણે હવામાં તરતી હોય તેવું લાગે છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –