Viral Video: આનંદ મહિન્દ્રાએ આર્મી દિવસ પર શેયર કર્યો ‘સંદેશે આતે હે’ સોન્ગનો વીડિયો, લોકો થયા મંત્રમુ્ગ્ધ

|

Jan 15, 2023 | 8:00 PM

Anand Mahindra Viral Video : આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમા તે આર્મી દિવસની પરેડ પર સૈનિકોને ગીત દ્વારા સલામી આપી રહ્યા છે. આ ગીત લદ્દાખના લોક કલાકારોએ ગાયુ છે.

Viral Video: આનંદ મહિન્દ્રાએ આર્મી દિવસ પર શેયર કર્યો સંદેશે આતે હે સોન્ગનો વીડિયો, લોકો થયા મંત્રમુ્ગ્ધ
વાયરલ વીડિયો
Image Credit source: twitter-@anandmahindra)

Follow us on

મહિન્દ્રા ગૃપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેમના ઈનોવેટિવ આઈડિયાવાળા ટ્વીટ માટે જાણીતા છે. ક્યારેક તેમના ટ્વીટમાં રમૂજ હોય છે તો ક્યારેક તેમા કોઈકને કોઈક શીખ છુપાયેલી હોય છે. અનેકવાર તેઓ દેશના સમ્માન અને ગર્વ સાથે જોડાયેલા ટ્વીટ કરતા હોય છે જેને લોકો ઘણા પસંદ કરે છે. રવિવારે આર્મી ડે પર તેમણે સૈનિકોના સન્માનમાં એક ટ્વીટ કર્યુ અને જોત જોતામાં જ ખૂબ વાયરલ થઈ ગયુ.

તમે પણ થઈ જશો મંત્રમુગ્ધ

આનંદ મહિન્દ્રાએ જૂના ક્લાસિક સોંગ ‘સંદેશે આતે હે’ ને ભાવપૂર્ણ રીતે ગીટાર સાથે ગાયુ છે. આ ગીતનો સુંદર વીડિયો શેયર કર્યો છે. સુપરહિટ બોલિવુડ ફિલ્મ બોર્ડરના આ ગીતને લદ્દાખના લોક કલાકાર પદ્મા ડોલકર અને સ્ટૈનઝિન નોર્ગેસે ગાયુ છે. આ સાંભળીને તમે તેના ફેન થયા વિના રહી નહીં શકો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જુઓ વીડિયો:

લદ્દાખના પહાડો વચ્ચે ફિલ્માવાયો છે વીડિયો

લદ્દાખના સુંદર પહાડોની વ્ચે આ ફિલ્માવવામાં આવ્યો છે. જેમાં એક વ્યકિત તેના હાથમાં ગિટાર વગાડી ગાઈ રહ્યો છે અને પાછળ ભારતીય ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. તેમની સાથે એક ફિમેલ સિંગર પણ છે જે પણ સુંદર રીતે તેમના સુરમાં સુર અને તાલમાં તાલ મિલાવી ગાઈ રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ જાણવા મળ્યુ કે આ બે બંને ગાયકો પ્રખ્યાત લદ્દાખી લોક કલાકાર છે. પદ્મા ડોલકર અને સ્ટેનઝિન નોર્ગેસ છે. સોશિયલ મીડિયા પર લોકો બંને કલાકારોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વીડિયો શેર થયા બાદ ત્રણ કલાકમાં તો તેને 80 હજારથી વધુ વાર જોવાઈ ચુક્યો છે અને લગભગ 4 હજાર લોકોએ લાઈક કર્યો હતો.

આ પણ વાંચો : Viral Video : ગલુડિયાએ માણ્યો ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીતનો આનંદ, મજેદાર વીડિયો શેયર કરી આનંદ મહિન્દ્રાએ કહી આ વાત

સેના દિવસ પર સૈનિકોને સલામી આપવા બનાવાયો વીડિયો

આપને જણાવી દઈએ કે 1997માં આવેલી ફિલ્મ બોર્ડરમાં આ ગીત સોનુ નિગમ અને રૂપ કુમાર રાઠૌડે ગાયુ છે. આ સોંગ આવતા જ એટલી હદે લોકજીભે ચડ્યુ હતુ કે આજે પણ ઘણા લોકો તેને ગાતા જોઈ શકાય છે. પદ્મા ડોલકર અને સ્ટૈનજિન નોર્ગેસે આ ગીતનું નવુ વર્ઝન ખાસ કરીને સેના દિવસ પર સૈનિકોને સલામી આપવા માટે બનાવ્યુ છે.

Next Article