Viral Video : ભયાનક માર્ગ અકસ્માત, વીડિયો જોઈને તમે પણ કહેશો ‘જાકો રાખે સાઇયાં માર શકે ના કોઈ’

Shocking Video : વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો ખુબ જ ચોંકવાનારા છે. વાયરલ વીડિયો જોઈને તમે પણ કહેશો કે ‘જાકો રાખે સાઇયાં માર સકે ના કોઈ’. આ વીડિયો દરેક ડ્રાઈવરો માટે બોધપાઠ સમાન છે.

| Edited By: | Updated on: May 20, 2023 | 7:24 PM

દુનિયાના 200થી વધારે દેશોમાં અનેક વાહનો રસ્તા પર ચાલે છે. રસ્તા પર વાહન ચલાવતી વખતે એક વ્ચક્તિની ભૂલને કારણે મોટા અકસ્માત પણ થતા હોય છે. કેટલાક અકસ્માતમાં મોટી જાનહાની થતી હોય છે. તો કેટલાક અકસ્માતોમાં લોકોના જીવ માંડમાંડ બચતા હોય છે. અને કેટલાક કિસ્સામાં ચમત્કારિક રીતે લોકોના જીવ બચતા હોય છે. હાલમાં આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વીડિયો કઈ જગ્યાનો છે તે જણાવા નથી મળ્યું, પણ આ વીડિયો જોઈ સૌથી કોઈ દંગ રહી ગયા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સાંકડા રસ્તાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. એક કપલ બાઈક પર સવાર થઈને બીજા કાચ્ચા રસ્તા તરફ અચનાક વળી જાય છે. જેને કારણે પાછળના ટ્ર્કનું નિયંત્રણ બગડે છે. અને તે ટ્રક પણ તે દિશામાં આગળ વધીને બાઈક સાથે ટકરાઈ છે. આ ઘટનામાં બાઈક સવાર કપલ અને એક અન્ય વાહન ચાલકનો જીવ માંડમાંડ બચે છે.

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભાઈ, ઝરા સાચવીને ગાડી ચલાવો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દરેક ડ્રાઈવર માટે આ વીડિયો બોધપાઠ સમાન છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:23 pm, Sat, 20 May 23