
Shocking Video : સોશિયલ મીડિયા પર હેર સ્ટાઈલીશ અને હેર કટિંગના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. સમયની સાથે સાથે આ ક્ષેત્રનો પણ ઘણો વિકાસ થયો છે. વાળ કાપવા અને તેને સ્ટાઈલીશ કરવા અનેક પ્રકારની ટેકનીકનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ટેકનીક વ્યક્તિના વાળને એકદમ અલગ અને અનોખા બનાવી દે છે, જેને લોકો જોતા જ રહી જાય છે. આજની યુવા પેઢીમાં હાલ તેનો ભારે ટ્રેડ છે. પણ કેટલાક લોકો તેના માટે આગનો પણ ઉપયોગ કરે છે, જે અત્યંત જોખમી છે. આ વાળને સ્ટાઈલીશ કરવાના ચક્કરમાં કેટલીકવાર ભયકંર દૂરઘટના બને છે. જેમાં લોકોના જીવ જોખમમાં મુકાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવા ગ્રાહક એક સેલૂનમાં પોતાના વાળ કપાવવા આવ્યો છે. સેલૂનમાં હાજર હેર સ્લાઈલીશ તે ગ્રાહકના વાળ સેટ કરવા માટે હેયર ડ્રાયરનો ઉપયોગ કરવા જાય છે અને અચાનક મોટો ધમાકો થાય છે. આ ધમાકાના અવાજ અને તેના કારણે થયેલા ધુમાડાથી એવું લાગે છે કે આ બન્નેના જીવ તો ગયા જ સમજો.
હેયર ડ્રાયરમાં ધમાકા પછી ચારે બાજુ ધૂમાડો, આગ અને બન્ને વ્યક્તિની દર્દનાક ચિસ્સો સંભળાય છે. તે બન્ને આ આગને કારણે દાઝી ગયા છે. તેમની હાલત હાલ કેવી છે તેની જાણકારી નથી મળી શકી પણ આ ઘટના એ સૌને ચોંકાવી દીધા છે. આ ઘટના હેયર ડ્રાયરમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે બની હોય તેવું લાગી રહ્યુ છે.
बाल कटवाते समय भी ये मामूली से चीच जरूर ध्यान रखें. इलेक्ट्रोनिक सामानों जैसे हेयर ड्रायर आदि का इस्तेमाल करने से पहले वायरिंग को ढंग से देख लें. छोटी सी लापरवाही जानलेवा हो सकती है. pic.twitter.com/Owf1VmPA8j
— Satyam Baghel (@satyambaghel210) September 10, 2022
આ ભયાનક વીડિયો સોશિયલ મીડિયો પ્લેટફોર્મ ટ્વિટર પર Satyam Baghel નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ આખી ઘટના એક CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વાયરલ વીડિયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ વીડિયો જોઈને મોટા ભાગના યુઝર સેલૂન જતા પહેલા હવે 100 વાર વિચારશે એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, ભગવાન સૌની રક્ષા કરે , આ ઘટના આપણા માટે બોધપાઠ સમાન છે. બીજા એક યુઝરે તો લખ્યુ છે કે , ભગવાનને પ્રાર્થના કે આવી ઘટના કોઈ સાથે ન બને.