પેટમાંથી ગેસ કાઢવાની વિચિત્ર રીત, ડોક્ટરની સારવાર કરવાની અનોખી રીત થઈ વાયરલ

આ ડોકટર પોતાની વિચિત્ર સારવાર પદ્ધતિથી લોકોના પેટમાંથી ગેસ નીકાળી રહ્યો છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આવો વાયરલ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય.

પેટમાંથી ગેસ કાઢવાની વિચિત્ર રીત, ડોક્ટરની સારવાર કરવાની અનોખી રીત થઈ વાયરલ
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 18, 2022 | 5:23 PM

Bizarre Way of Curing Gas: ભારતની સંસ્કૃતિ કરોડો વર્ષો જૂની છે. ભારતની પરંપરા, સંસ્કૃતિ, વેદ, ચિકિત્સા પદ્ધતિઓ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. વર્ષો પહેલા કોઈપણ દવા કે ટેકનોલોજીના સાધનનો ઉપયોગ કર્યા વગર ઔષધિ અને ઘરઘથ્થુ ઉપાયોથી સારવાર કરવામાં આવતી હતી. હાલમાં એક ડોકટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ડોકટર પોતાની વિચિત્ર સારવાર પદ્ધતિથી લોકોના પેટમાંથી ગેસ નીકાળી રહ્યો છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આવો વાયરલ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ગામનું દ્રશ્ય જોઈ શકાય છે. વીડિયોમાં કેટલાક લોકોની ભીડની વચ્ચે એક વ્યક્તિ એક કાકાના પેટમાં ગેસ નીકાળવાનો પ્રયત્ન કરે છે. તે કાકાના પેટ પર હાથ મૂકીને તેને જોરથી દબાવે છે. તેના મોંઢા પાસે માઈક્રોફોન પણ છે જેમાં દૂર દૂર સુધી લોકો તેનો અવાજ સાંભળી શકે છે. તે સતત બોલી રહ્યો છે, ગેસ…લોક…ખત્મ. અંતે તે કહે છે કે 2 મિનિટમાં પેટમાંથી ગેસ નીકળી જશે. હવે તે કાકાના પેટમાંથી ગેસ નીકળી ગયો કે નહીં તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયોને કારણે લોકોને ખુબ મનોરંજન મળી રહ્યુ છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @iKnightRider19 નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યુ છે કે, વાહ.. આ તો ગજબના ડોકટર છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ ભારત છે અહીં આવુ બધુ જ જોવા મળશે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, પહેલાના જમાનામાં ટેકનોલોજીના સાધાનો કે દવા વગર આ જ રીતે સારવાર કરવામાં આવતી હતી. મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.