viral video : પિતાને નિર્દોષતાથી ઠપકો આપતી જોવા મળી ક્યુટ બાળકી, વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર મચી ધૂમ

વાસ્તવમાં પિતા-પુત્રીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે, જેમા પ્રેમ, આનંદથી ભરેલો હોય છે. તાજેતરમાં, આવા પિતા-પુત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

viral video : પિતાને નિર્દોષતાથી ઠપકો આપતી જોવા મળી ક્યુટ બાળકી, વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Viral video A little girl was seen fighting innocently with her father the video went viral on social media
| Edited By: | Updated on: Jan 24, 2023 | 8:13 AM

અત્યારે નાના બાળકોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે. નાના બાળકોના મસ્તી ભર્યા ઘણા વીડિયો યુઝર્સના દિલ જીતતા જોવા મળે છે. હાલમાં જ પિતા-પુત્રીનો મસ્તી કરતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નાની ક્યુટ છોકરી તેના પિતાને ફરિયાદ કરતા અને ઠપકો આપતી જોવા મળે છે. આ દરમિયાન પિતા તેની સામે કાન પકડીને માફી માંગતા જોવા મળે છે.

વાસ્તવમાં પિતા-પુત્રીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે, જેમા પ્રેમ, આનંદથી ભરેલો હોય છે. તાજેતરમાં, આવા પિતા-પુત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ક્યૂટ વીડિયોમાં સુંદર છોકરી અલગ ભાષામાં બોલતી જોવા મળે છે અને તેના પિતા તેનો અર્થ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :કોણ છે જયા કિશોરી? જેની ઉંમરથી લઈને લગ્ન જીવન સુધી ગૂગલ પર થાય છે સર્ચ, જાણો તેમણે લગ્નને લઈ શું કહ્યું

પિતા દીકરીની વાત સમજવાનો પ્રયત્ન કરે છે

આ વાયરલ વીડિયો નાયરા માથુર અને રાહુલ માથુરે તેમના ઈન્સ્ટાગ્રામ આઈડી પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં છોકરી તેના પિતાને કંઈક સમજાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. જેના પર તેના પિતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી રહી છે. વીડિયોમાં પિતા પોતાની નાની છોકરીને સમજવાનો પૂરો પ્રયાસ કરે છે પરંતુ દરેક વખતે તે નિષ્ફળ જાય છે.

વીડિયોને 6 મિલિયન વ્યૂઝ મળ્યા છે

વીડિયોમાં એક સમયે પિતા તેની પુત્રીને કહે છે કે ‘મને માફ કરી દે’. આ પછી, પિતા પણ તેમને ખૂબ જ નિર્દોષતાથી પૂછે છે, ‘તારી સમસ્યા (પ્રૉબ્લેમ) શું છે.’ વીડિયો શેર કરવાની સાથે તેના પર કેપ્શન આપતા લખ્યું છે કે ‘શું કોઈ તેનો અનુવાદ કરી શકે છે?’. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી 6.5 મિલિયનથી વધુ વ્યૂઝ અને 5 લાખ 14 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.