વાયરલ વીડિયો: કુવામાં ફસાયો ખતરનાક કોબરા, આ વ્યક્તિએ હિંમત કરીને બચાવ્યો તેનો જીવ

હાલમાં કોબરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ ઘણા લોકો દંગ રહી ગયા હતા.

વાયરલ વીડિયો: કુવામાં ફસાયો ખતરનાક કોબરા, આ વ્યક્તિએ હિંમત કરીને બચાવ્યો તેનો જીવ
Dangerous cobra Viral video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 14, 2022 | 9:25 PM

સાપને દુનિયાના સૌથી ખતરનાક જીવોમાંથી એક માનવામાં આવે છે. તેના કારણે માણસથી લઈને પ્રાણીઓના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે. સાપની અનેક ઝેરીલી પ્રજાતિઓ હોય છે. સાપ અને કોબરાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં કોબરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ ઘણા લોકો દંગ રહી ગયા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ચોંકાવનારો છે. આ વીડિયોમાં એક કુવાનો નજારો જોવા મળી રહ્યો છે. આ કુવાના પાણીમાં એક ખતરનાક કોબરા પડી ગયો હતો. તે કોબરા પાણીમાં ડુબી રહ્યો હતો. તેવામાં એક યુવાન હિંમત કરીને કુવામાં દોરડાના સહારે ઉતરે છે. તે એક સ્ટીકની મદદથી કોબરાને એક કોઠરામાં નાંખીને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે પણ કોબરા તેના સ્વભાવ પ્રમાણે તે યુવાનને મારવાનો પ્રયાસ કરે છે. તે યુવાન મહા મહેનતે તે ખતરનાક કોબરાનો જીવ બચાવતા જોવા મળે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @NarendraNeer007 નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સલામ છે આ વ્યક્તિને. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આને કહેવાય માનવતા.અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ વ્યક્તિની હિંમતને સલામ.