Viral Video : બિલાડીએ તેના કાનથી કરી બતાવ્યો અદ્દભૂત બ્રેક ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ

|

Mar 16, 2023 | 6:45 PM

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં એક બિલાડીને તેના કાનથી અનોખો ડાન્સ કરતા જોવા મળી રહી છે.

Viral Video : બિલાડીએ તેના કાનથી કરી બતાવ્યો અદ્દભૂત બ્રેક ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ

Follow us on

Cat Ear Dance Video : ઈન્ટરનેટ પર ક્યારે શું મજાની વાતો વાઈરલ થઈ જાય તેનું કંઈ કહી શકાય નહીં. જેમાંથી કેટલાક વીડિયો એવા છે કે લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં એક બિલાડીને તેના કાનથી અનોખો ડાન્સ કરતા જોવા મળી રહી છે. હા, તમે બિલકુલ સાચું વાંચ્યું છે. વાયરલ ક્લિપમાં બિલાડી પોતાના માત્ર કાન હલાવીને કાનથી જ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

કાનોથી કર્યા કરતબ

જંગલની દુનિયામાં સુંદર નજારો જોવા મળતો હોય છે. ત્યારે વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિદેશી બિલાડી પાર્કમાં બેસેલી છે. આ જંગલી બિલાડીનું નામ કેરાકલ છે. આ બિલાડીને કાનના છેવાડા પર અણીદાર પીંછા જેવુ છે. ત્યારે આ બિલાડી કાનની મદદથી ડાન્સ કરી રહી છે. બિલાડી તેના કાન આગળ વાળતી જોવા મળે છે. તો થોડી વાર પછી આ બિલાડી તેના કાન પાછળ વાળતી પણ જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકોના ફની રિએક્શન્સનો પૂર આવ્યો છે.

સોશિયલ મીડિયા પર પસંદ થઇ રહ્યો છે વીડિયો

ટ્વિટર પર શેર થયેલો બિલાડીનો આ વીડિયો જોઇને સૌ કોઇ દંગ થઇ રહ્યા છે. સામાન્ય બિલાડીઓથી વિપરીત આ બિલાડીના કાન ઉપર કાળા રંગના વાળ ઉગ્યા છે. આ જંગલી બિલાડી પોતાના કાનને એવી રીતે પલટાવે છે, એટલે કે તે એવી રીતે ફરે છે કે જાણે તે પોતાના કાનથી બ્રેક ડાન્સ કરી રહી હોય. આ બિલાડી અને તેના કાન બંને અદ્ભુત છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતી વખતે યૂઝર્સ આ બિલાડીના કાન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે, જ્યારે કેટલાક લોકો તેને ખૂબ જ ક્યૂટ અને સુંદર કહી રહ્યા છે. જણાવી દઈએ કે કારાકલ એક સ્નાયુબદ્ધ બિલાડી છે. તેના પગ લાંબા અને પૂંછડી ટૂંકી હોય છે.

નર કારાકલનું વજન 13 થી 18 કિગ્રા હોય છે, જ્યારે માદા કારાકલનું વજન લગભગ 11 kg હોય છે. કારાકલ્સની સૌથી ખાસ બાબત તેમના કાન છે. લાંબા, ગુચ્છાદાર કાળા કાન તેની ઓળખ છે. તેમના કાન આ બિલાડીના નામનું મૂળ સમજાવે છે. કારાકલનું નામ ‘કાળા કાન’ પરથી પડ્યું છે.

Next Article