Viral Video : 83 વર્ષની દાદીએ પહેલીવાર કરી વિમાનમાં મુસાફરી, વીડિયો જોઈ યુઝર્સને ચહેરા પર આવી સ્માઈલ

હાલમાં આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા વિમાનમાં યાત્રા કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : 83 વર્ષની દાદીએ પહેલીવાર કરી વિમાનમાં મુસાફરી, વીડિયો જોઈ યુઝર્સને ચહેરા પર આવી સ્માઈલ
Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 19, 2023 | 7:38 PM

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો જોઈને જીવનમાં અનેક પરિવર્તન આવી જાય છે, જ્યારે કેટલાક વીડિયો જોઈ ચહેરા પર એક મોટી સ્માઈલ આવી જાય છે. હાલમાં આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા વિમાનમાં યાત્રા કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આકાશમાંથી જ્યારે પણ વિમાન પસાર થાય છે ત્યારે લગભગ દરેક વ્યક્તિની નજર આકાશ તરફ જાય છે. ઘણા લોકો તો વાહન ચલાવતા સમયે વિમાનને જોવા જાય છે અને અકસ્માતનો શિકાર બંને છે. નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધી દરેકની ઈચ્છા હોય છે કે જીવનમાં એક વાર વિમાનમાં યાત્રા કરીએ. ઘણા લોકો પોતાના આખા જીવનમાં એકપણ વાર વિમાનમાં યાત્રા કરી શકતા નથી.

હાલમાં 83 વર્ષની એક દાદીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાદી ઘરથી નીકળતા, વિમાનમાં બેસતા અને એરપોર્ટથી નીકળતા જોઈ શકાય છે. આ દાદી પોતાની પૌત્રીના લગ્ન માટે પોતાના ઘરથી અન્ય જગ્યાએ જઈ રહી હતી. તેમની સંતાનોને કારણે તેમને પહેલીવાર વિમાનમાં યાત્રા કરવાની તક મળી હતી.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દરેક સંતાને પોતાના વાલી માટે આ કામ કરવું જોઈએ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલો સુંદર વીડિયો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વીડિયો જોઈ મારો દિવસ સારો થઈ ગયો. જણાવી દઈએ કે આ વીડિયો thebadimummy નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે, આ એકાઉન્ટમાં દાદીના જ અનોખા વીડિયો જોવા મળી રહ્યાં છે.