
સોશિયલ મીડિયા (Social Media) પર રોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે જે તમને જીવનભર યાદ રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વોશરુમનો વીડિયો ખુબ વાયરલ થયો છે. આ વોશરુમનો નજારો આશ્ચર્યજનક છે. આ વીડિયો ક્યાનો છે? કોના વોશરુમનો છે? અને તે વોશરુમમાં આ ઘટના કેમ બની? એ જાણવા નથી મળ્યુ પણ વાયરલ વીડિયોમાં (Viral Video) જે નજારો દેખાય છે તે તમે તમારા જીવનમાં ક્યારેય નહીં જોયો હોય.
દરેક વ્યકિત સવારે ઉઠીને 2 કામ પહેલા કરતો હોય છે. પહેલુ બ્રશ અને બીજો શૌચ ક્રિયા. દરેક વ્યક્તિ આ કામ સવારે પહેલા પતાવે છે, જેથી તે જલદી ફ્રેશ થઈ શકે અને પોતાના કામ માટે જઈ શકે પણ તમે ભગવાનને પ્રાર્થના એ કરજો કે જીવનમાં એવી કોઈ સવાર ન પડે જ્યારે તમારે આ વીડિયોમાં દેખાતો નજારો જોવો પડે. આ વાયરલ વીડિયોમાં જે નજારો જોવા મળી રહ્યો છે તે ખરેખર આશ્ચર્યચકિત કરનારો છે. સામાન્ય રીતે મિડલ કલાસ અને ગરીબ લોકોના ઘરમાં કે વોશરુમમાં ગરોળી જેવા જીવ આવી જ જતા હોય છે પણ આ વીડિયો ઉતારનાર વ્યક્તિ જયારે સવારે વોશરુમમાં ગયો તો તેને મીની હાર્ટ એટેક આવી ગયો. તેના વોશરુમમાં ચારે બાજુ દીવાલ પર ગરોળી જ ગરોળી હતી, તે પણ અલગ અલગ રંગની. આ વીડિયો જોઈ લોકો વિચારમાં મુકાય ગયા કે આટલી બધી ગરોળી ક્યાથી આવી ?
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક કોમેડી પેજ Ghantaa દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકોને આ વીડિયો જોઈને ખુબ આશ્ચર્ચ થયુ હતુ. આ વીડિયોને હજારો લાઈક અને લાખો વ્યૂઝ મળ્યા છે. લોકો આ વીડિયો પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો આ વીડિયો પોતાની મિત્ર સાથે પણ શેર કરી રહ્યા છે. એક યુઝરે તો કોમેન્ટમાં લખ્યુ છે કે, આવી સવાર ભગવાન કોઈને ન બતાવે ! આવી અનેક પ્રતિકિયાઓ સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈને આપી રહ્યા છે.