New York News : ક્યારેય જોઈ છે બારી વગરની 29 માળની બિલ્ડિંગ ? લોકોએ કહ્યું – આ તો ભૂતનું ઘર લાગે છે ! જુઓ Video

Shocking Video : દુબઈમાં સ્થિત બુર્જ ખલીફા તેની ઊંચાઈને કારણે સતત ચર્ચામાં રહે છે. આવી જ એક ઈમારત તેની વિચિત્ર ખાસિયતને કારણે હાલમાં ચર્ચામાં છે. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.  ફિલ્મોમાં તમે ભૂતઘરના દ્રશ્યો જોયા જ હશે. આ વાયરલ વીડિયો જોઈને તમને આવા જ દ્રશ્યો યાદ આવશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદેશની ધરતી પર એક 29 માળની ઈમારત જોવા મળી રહી છે.

New York News : ક્યારેય જોઈ છે બારી વગરની 29 માળની બિલ્ડિંગ ? લોકોએ કહ્યું - આ તો ભૂતનું ઘર લાગે છે ! જુઓ Video
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Sep 05, 2023 | 9:49 AM

New York :    આપણી દુનિયામાં જેટલી સુંદર વસ્તુઓ અને જગ્યાઓ છે, એટલી વિચિત્ર વસ્તુઓ છે. તેમાંથી કેટલીક પ્રાકૃતિક છે અને કેટલીક માનવનિર્મિત છે. દુબઈમાં સ્થિત બુર્જ ખલીફા તેની ઊંચાઈને કારણે સતત ચર્ચામાં રહે છે. આવી જ એક ઈમારત તેની વિચિત્ર ખાસિયતને કારણે હાલમાં ચર્ચામાં છે. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

ફિલ્મોમાં તમે ભૂતઘરના દ્રશ્યો જોયા જ હશે. આ વાયરલ વીડિયો જોઈને તમને આવા જ દ્રશ્યો યાદ આવશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદેશની ધરતી પર એક 29 માળની ઈમારત જોવા મળી રહી છે. આ ઈમારતના કોઈપણ માળ પર બારી જોવા મળી રહી નથી. સોશિયલ મીડિયા યુઝર્સને બારી વગરની આ ઈમારતના વીડિયોથી ભારે મનોરંજન મળી રહ્યું છે.

આ પણ વાંચો : ભારત પાકિસ્તાનથી 20 વર્ષ આગળ, ચંદ્ર બાદ હવે સૂર્ય મિશન આદિત્ય L-1 પર જાણો શું બોલ્યા પાકિસ્તાની?

29 માળની ઈમારતનો વાયરલ વીડિયો

 


આ 29 માળની વિચિત્ર બિલ્ડિંગ ન્યૂયોર્કમાં સ્થિત છે. આ બારી વગરની ઈમારત જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @NoCapFights નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે.

માત્ર 15 સેકેન્ડના આ વીડિયોને લગભગ 4 લાખથી વધારે યુઝર્સ જોઈ ચૂક્યા છે. હજારોની સંખ્યામાં યુઝર્સ આ વીડિયો પસંદ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર રમૂજી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે , આ બિલ્ડિંગમાં રહેતા લોકોને હવા-પ્રકાશની જરુર નહીં પડતી હોય ? બીજા એક યુઝરે લખ્યું છે કે આ તો ભૂત-પિશાચનું ઘર લાગે છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ બિલ્ડિંગ બનાવનાર બિલ્ડર બારી બનાવવાનું ભૂલી ગયો લાગે છે.

આ પણ વાંચો : ઓનલાઈન ઓર્ડર કર્યો હતો મોબાઈલ પરંતુ પાર્સલ ખોલ્યું તો નીકળ્યો બોમ્બ, પોલીસે તપાસ શરુ કરી

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો