દુનિયામાં સાપની અનેક પ્રજાતિ જોવા મળે છે. તેમાં પણ અજગર (Python) એક એવી પ્રજાતિ છે કે જો તે કોઈને પકડે તો તેનું કામ તમામ કરી નાખે છે. આ બધા વચ્ચે 22 વર્ષના છોકરાએ એવું કર્યું જે તમે વિચારી પણ નહીં શકો. આ છોકરાએ દુનિયાનો સૌથી લાંબો અજગર પકડ્યો છે. હા, તમે બિલકુલ સાચું વાંચ્યું છે. તેનો એક વીડિયો પણ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રુવાંટા ઉભા થઈ જશે.
વાયરલ થયેલા આ વીડિયોમાં અજગર જે રીતે છોકરા સાથે વીંટળાયેલો છે તે દ્રશ્ય ખરેખર ખતરનાક છે. આ છોકરાની ઓળખ ફ્લોરિડાના રહેવાસી જેક વેલેરી તરીકે થઈ છે. જેકે જે અજગરને પકડ્યો છે તેની લંબાઈ 19 ફૂટ હોવાનું કહેવાય છે અને તેનું વજન 56.6 કિલો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિશાળ અજગર બર્મીઝ પ્રજાતિનો છે, જે તેની લંબાઈ માટે જાણીતો છે. વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે છોકરો તેને પકડવા માટે અજગર તરફ ધસી રહ્યો છે. પરંતુ બીજી જ ક્ષણે અજગર તેને પકડી લે છે. જોકે, જેક એકલો નહોતો. તેના અન્ય સાથીઓએ તરત જ સાપ પર કાબુ મેળવ્યો.
રુવાંટા ઉભા કરી દેતો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર gladesboys નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, Python શિકારીઓનો આભાર. આ વિશ્વનો સૌથી લાંબો બર્મીઝ પાયથોન છે. 5 દિવસ પહેલા અપલોડ કરાયેલા વીડિયોને લગભગ 3 લાખ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે અનેક લોકોએ કોમેન્ટ પણ કરી છે.
આ પણ વાંચો : VIRAL VIDEO: ચાલતી બાઈક પર રોમાન્સ કરતા કપલનો વધુ એક વીડિયો થયો વાયરલ, યુઝર્સ અકળાયા
એક યુઝરે લખ્યું છે કે, કેમેરામેનની હિંમતની પણ પ્રશંસા થવી જોઈએ, જેમણે આ મહાકાય સાપની સામે ઊભા રહેવાની હિંમત બતાવી. જ્યારે બીજાએ લખ્યું છે કે, તે ખૂબ જ ખતરનાક સાપ છે. જેકે તેને ખરાબ રીતે પકડી લીધો હતો. અન્ય યુઝરે કમેન્ટ કરી છે કે, આ જોઈને મારી હાલત ખરાબ થઈ ગઈ.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો