વાયરલ વીડિયો: 120 કિલોનો નકલી પોલીસ અધિકારી, ખાખી વર્દી દ્વારા કરતો હતો ખોટી વસૂલી

તેની પાસેથી નકલી આઈડી કાર્ડ અને અન્ય દસ્તાવેજો પણ મળ્યા છે. તેની પાસેથી પોલીસની એક કાર પણ મળી આવી છે. હાલ તે જેલમાં બંધ છે પણ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો: 120 કિલોનો નકલી પોલીસ અધિકારી, ખાખી વર્દી દ્વારા કરતો હતો ખોટી વસૂલી
fake police officer Viral video
Image Credit source: File photo
| Edited By: | Updated on: Oct 03, 2022 | 11:04 PM

Viral video: કેટલાક લોકો સરળતાથી પૈસા કમાવા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે વિચિત્ર રીત અપનાવતા હોય છે. ચોરી, લૂંટફાટ બાદ હવે સરકારી અધિકારી બનીને પણ ઘણા ઠગ માસૂમ લોકોને છેતરતા હોય છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક આવો જ કેસ સામે આવ્યો છે. હાલમાં પોલીસે એક નકલી પોલીસ અધિકારીને ઝડપી પાડ્યો છે. તે પોલીસ અધિકારીના વેશમાં હાઈ વે પર વસુલી કરતો હતો. તેની પાસેથી નકલી આડી કાર્ડ અને અન્ય દસ્તાવેજો પણ મળ્યા છે. તેની પાસેથી પોલીસની એક કાર પણ મળી આવી છે. હાલ તે જેલમાં બંધ છે પણ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં આ નકલી પોલીસ અધિકારી બનનાર ઠગ પોતાના કામોનું કબુલનામો આપતો જોવા મળે છે. જણાવી દઈએ કે, તેનું વજન 120 કિલો છે અને તેની ઉંમર માત્ર 23 વર્ષ છે. તે આરોપીનું નામ મુકેશ યાદવ છે. તે જણાવે છે કે તે હાઈ વે પર ટોલ ટેક્સથી બચવા માટે પોલીસ બન્યો હતો. જેથી તેના પૈસા બચી જાય. પણ પોલીસને શંકા છે કે તે પોલીસ બનીને ખોટી રીતે વસૂલી પણ કરતો હતો.

આ રહ્યો એ નકલી પોલીસ અધિકારીનો વાયરલ વીડિયો

 

આ નકલી પોલીસ અધિકારીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @navalkant નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં તેને લગતી માહિતી પણ આપી છે. સોશિયલ મીડિયા પર તેનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ તેના જાડા શરીરને કારણે પકડાયો લાગે છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ચરબીની જેમ આ છોકરામાં હિંમત પણ વધારે છે.