Viral : પરીક્ષામાં વિદ્યાર્થીએ આપ્યો એવો જવાબ કે આન્સર શીટ સોશિયલ મીડિયામાં થઇ ગઇ વાયરલ, જોઇને તમારા મગજનું પણ દહીં થઇ જશે

જેમ જેમ તેનો જવાબ આગળ વધે છે, વાત સરદાર પટેલ, ટાટા-બાય-બાય, પંડિત જવાહરલાલ નેહરુ, ગુલાબની ખેતી, ખાંડ, લંડન, જર્મની અને વિશ્વયુદ્ધ સુધી પહોંચે છે અને છેલ્લે છોકરો પંજાબ અને સતલજ નદી થઈને ડેમ સુધી પહોંચે છે.

Viral : પરીક્ષામાં વિદ્યાર્થીએ આપ્યો એવો જવાબ કે આન્સર શીટ સોશિયલ મીડિયામાં થઇ ગઇ વાયરલ, જોઇને તમારા મગજનું પણ દહીં થઇ જશે
Student's answer sheet went viral on social media
| Edited By: | Updated on: Oct 20, 2021 | 8:05 AM

શાળામાં ઘણા પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે. જેમકે ઘણા વિદ્યાર્થીઓ બુદ્ધિશાળી હોય છે, કેટલાક એવા હોય છે જે અભ્યાસમાં ખૂબ રસ લે છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ આવા હોય છે, જેમનું મગજ અને મન અભ્યાસમાં લાગતું નથી. તાજેતરના દિવસોમાં આવા જ એક વિદ્યાર્થીની આન્સરશીટની (Answer Sheet) તસવીર વાયરલ થઈ રહી છે. આ જોયા પછી, તમે પણ હસતા રહી જશો.

વાયરલ થઈ રહેલી તસવીર એ બાળકની આન્સરશીટ છે, જેમાં બાળકએ એવો જવાબ લખ્યો છે કે તમે તેના વિશે વિચારી પણ નહીં શકો. પહેલાની બે લીટી વાંચીને જ તમારા મગજનું દહીં થવા લાગશે. આ આન્સરશીટમાં જવાબની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યાંથી જવાબ શરૂ થાય છે ત્યાંથી જ સમાપ્ત પણ થાય છે. મધ્ય ભાગમાં વિદ્યાર્થી શું કહેવા માંગે છે તે માત્ર તે અને તે જ કહી શકે છે.

 

તસવીરમાં તમે જોઈ શકો છો કે ભાખરા નાગલ પ્રોજેક્ટ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જ્યારે વિદ્યાર્થી આનો જવાબ આપવાનું શરૂ કરે છે, ત્યારે તે લખે છે કે ડેમ સતલજ નદી પર બાંધવામાં આવ્યો છે અને જેમ જેમ તેનો જવાબ આગળ વધે છે, વાત સરદાર પટેલ, ટાટા-બાય-બાય, પંડિત જવાહરલાલ નેહરુ, ગુલાબની ખેતી, ખાંડ, લંડન, જર્મની અને વિશ્વયુદ્ધ સુધી પહોંચે છે અને છેલ્લે છોકરો પંજાબ અને સતલજ નદી થઈને ડેમ સુધી પહોંચે છે.

સોશિયલ મીડિયા પર લોકો આ રમુજી તસવીર જોઈને ખૂબ ખુશ છે. ઘણા લોકોએ આના પર રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી છે. એકે લખ્યું, ‘આ બાળક ખરેખર પ્રતિભાશાળી છે.’તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બાળક પક્કા ઓપન સ્કૂલનો વિદ્યાર્થી હશે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી હતી.

વિદ્યાર્થીનો જવાબ સાંભળીને શિક્ષક બેહોશ થઈ ગયા છે. જોકે આ એક મજાક છે. શિક્ષકે નારાજ વિદ્યાર્થીને 0 ગુણ આપ્યા છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ રમુજી તસવીર ઈન્સ્ટાગ્રામ fun ki life નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી છે.

આ પણ વાંચો –

મંદિરો-હિન્દુઓ પર હુમલા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાનો આદેશ – ધર્મના નામે હિંસા કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 20 ઓક્ટોબર: ગુસ્સા પર કંટ્રોલ રાખો નહીં તો કામ બગડી શકે, વિવાહિત જીવન સારું રહેશે

આ પણ વાંચો –

31 ઓક્ટોબર સુધીમાં પતાવી લો આ 4 કામ, સપનાના ઘરના નિર્માણથી લઈ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાના કામમાં લાપરવાહી નુકશાન કરાવશે