Viral : આ ટેણિયાએ ન્યૂટનના ચોથા નિયમ સાથે જોડ્યો કોરોના ! જોઈને લોકોએ કહ્યુ ‘નોબેલ પ્રાઈઝનો દાવેદાર’

|

Jan 06, 2022 | 1:38 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ખુબ વાયરલ થઈ રહી છે. જેમાં એક બાળકે ન્યૂટનનો ચોથો નિયમ જે રીતે સમજાવ્યો છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.

Viral : આ ટેણિયાએ ન્યૂટનના ચોથા નિયમ સાથે જોડ્યો કોરોના ! જોઈને લોકોએ કહ્યુ નોબેલ પ્રાઈઝનો દાવેદાર
student explain Newtons fourth law

Follow us on

Viral Photos : કોરોનાની બીજી લહેરમાં વધતા સંક્રમણને કારણે શૈક્ષણિક સંસ્થાઓ (Education Institute) બંધ કરવાની ફરજ પડી હતી.ત્યારે કોરોના મહામારીની સૌથી વધુ અસર બાળકોના માનસ પર પડી છે. વકરેલા કોરોનાને(Corona)  કારણે બાળકો ઓનલાઈન શિક્ષણ લેવા મજબૂર બન્યા હતા. જો કે કોવિડ કેસમાં (Covid Case) ઘટાડો થતા ફરી શાળાઓ ખુલી છે,ત્યારે આ રોગચાળાના કારણે શાળાઓ ક્યારેક ખુલી રહી છે તો ક્યારેક બંધ થઈ રહી છે. જેના કારણે વિદ્યાર્થી ભારે પરેશાન છે. આ દિવસોમાં વાયરલ થઈ રહેલી તસવીર(Viral Photos)  પરથી તમે વિદ્યાર્થીની હાલતનો અંદાજ લગાવી શકો છો.

વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો છે. કોવિડને કેન્દ્રમાં રાખીને આ બાળકે ન્યૂટનના ચોથા નિયમ વિશે લખ્યું છે કે, ‘જ્યારે કોરોના વધે છે ત્યારે શિક્ષણ ઘટે છે અને જ્યારે કોરોના ઘટે છે ત્યારે શિક્ષણ વધે છે. એટલે કે, કોરોના અભ્યાસના વિપરિત પ્રમાણસર છે. બાળકે તેને સરળ સૂત્રના રૂપમાં પણ સમજાવ્યું છે.’

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

જુઓ વાયરલ તસવીર

વાયરલ થઈ રહેલી આ તસવીર IAS અવનીશ શરણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લાઈક્સ અને 1.4 હજારથી વધુ રીટ્વીટ થઈ ચૂક્યા છે. આ સાથે ઘણા યુઝર્સે આ તસવીર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : Video : નદી પાર કરવા આ યુવકે અપનાવ્યો શોર્ટકટ, પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે

Next Article