Viral Photo : 20 વર્ષ સુધી એક જ થાળીમાં ભોજન કરતી હતી માતા, મૃત્યુ બાદ તેનું કારણ જાણી ભાવુક થયા લોકો

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટ તમને અને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સને ભાવુક કરી દેશે. આ વાયરલ ફોટોમાં માતાના નિસ્વાર્થ પ્રેમની સાબિતી મળે છે.

Viral Photo : 20 વર્ષ સુધી એક જ થાળીમાં ભોજન કરતી હતી માતા, મૃત્યુ બાદ તેનું કારણ જાણી ભાવુક થયા લોકો
Viral Photo
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 20, 2023 | 7:36 PM

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો અને ફોટો વાયરલ થતા હોય છે. તેમાંથી ઘણા વીડિયો-ફોટો જોઈ યુઝર્સ હસી હસીને લોટપોટ થઈ જતા હોય છે, તે કેટલાક વીડિયો-ફોટો જોઈ લોકો દંગ રહી જાય છે. પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટ તમને અને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સને ભાવુક કરી દેશે. આ વાયરલ ફોટોમાં માતાના નિસ્વાર્થ પ્રેમની સાબિતી મળે છે.

આ વાયરલ પોસ્ટમાં એક નાની થાળી જોવા મળી રહી છે. આ વાયરલ પોસ્ટ શેયર કરનાર યુઝર્સની માતા છેલ્લા 20 વર્ષથી જે એક થાળીમાંથી જમતી હતી, તે થાળીનો ફોટો જોવા મળી રહ્યો છે. તેની માતાના મૃત્યુ પછી તેના જાણવા મળે છે કે જ્યારે તે 7માં ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે તે એક સ્પર્ધામાં આ થાળી જીત્યો હતો. ત્યારથી માતા તેના સંતાનના જીવનની એક સફળતા રુપ થાળીમાંથી જ ભોજન કરતી હતી. આ વાત જાણી સંતાન અને યુઝર્સ ખુબ ભાવુક થયા હતા.

આ રહી એ વાયરલ થઈ રહેલી પોસ્ટ

 

આ વાયરલ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ભારે વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વાયરલ પોસ્ટ જોઈ મોટા ભાગના યુઝર્સ ભાવુક થયા છે. તેમની પ્રતિક્રિયામાં તેમની ભાવુકતા જોવા મળી રહી છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મા તે મા, બીજા બધા વગડાના વા. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મારી મમ્મી પણ આવું જ કરે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સૌ માતાના ત્યાગ અને પ્રેમને સલામ. આવી અન્ય ઘણી ભાવુક પ્રતિક્રિયા આ પોસ્ટ પર જોવા મળી હતી.