Viral Photo: 40 હજારની વાંદરા ટોપી થઈ વાયરલ, કિંમત જાણી ચોંકી ગયા લોકો

|

Jan 18, 2023 | 9:39 PM

Monkey Cap Price Viral Post: દુનિયામાં આધુનિક જમાનામાં જાતજાતના ફેશનેબલ કપડા બની રહ્યાં છે. કેટલાક ડ્રેસની કિંમત એટલી મોટી હોય છે કે જેના જેને જોતા જ ચોંકી જાય છે. હાલમાં એક વાંદરા ટોપીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Photo: 40 હજારની વાંદરા ટોપી થઈ વાયરલ, કિંમત જાણી ચોંકી ગયા લોકો
Viral Photo
Image Credit source: Twitter

Follow us on

ગુજરાત સહિત આખા ભારતમાં હાલમાં ઠંડનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારત સહિત સમગ્ર દુનિયામાં પણ શીત લહેરની અસર જોવા મળી રહી છે. કશ્મીર સહિત દેશના અનેક ભાગમાં બરફ વર્ષા પણ થઈ રહી છે. ઠંડીની ઋતુ આવતા જ લોકો ઠંડીથી બચવાના ગરમ કપડા, સ્વેટર, ટોપીનો ઉપયોગ કરતા હોય છે. નાના બાળકોને તેમના મા-બાપ ઠંડીથી બચાવવા વાંદરા ટોપી પહેરાવતા હોય છે. હાલમાં આવી જ એક વાંદરા ટોપીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જો તમને કોઈ કહે કે એક મોટી ફેશન બ્રાન્ડ બાળકો અને વૃદ્ધો માટેની એક વાંદરા ટોપી 40 હજારમાં વેચી રહી છે તો તમારી પ્રતિક્રિયા કેવી હશે ? સામાન્ય વાત છે કે વાંદરા ટોપીની આવી કિંમત જાણીને તમે ચોંકી જ જશો. ટ્વિટર પર હાલમાં વાંદરા ટોપીને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટે તમામ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચી રહી છે. સોશિયલ મીડિયા પર આ વાંદરા ટોપીનો ફોટો તેની કિંમતને કારણે ભારે વાયરલ થઈ રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ટ્વિટર પર @swatiatrest નામના એક ટ્વિટર હેન્ડલ પરથી એક લગ્ઝરી ફેશન બ્રાન્ડની વેબસાઈટનો સ્ક્રીનશોર્ટ શેયર કરવામાં આવ્યો છે. આ પોસ્ટ અનુસાર Dolce & Gabbana નામની એક વેબસાઈટએ ખાખી રંગની એક વાંદરા ટોપી 40 હજારમાં વેચવા મુકી છે. તેમાં 1,778 રુપિયા દરેક મહિનાની ઈએમઆઈની સુવિધા પણ આપવામાં આવી છે. ડિસ્કાઉન્ટ સાથે આ ટોપીની કિંમત 31,990 હજાર થાય છે.

આ રહી એ વાયરલ પોસ્ટ

 

સોશિયલ મીડિયા યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, બરાબર છે વાંદરા ટોપીની કિંમત આટલી જ હોવી જોઈએ, જેથી મા-બાપ પોતાની સંતાનને આવી ટોપી ન પહેરાવે. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આટલી કિંમતમાં તો 2 નવા ફોન ખરીદી શકાય. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ભવિષ્યમાં કપડાઓની કિંમત આવી જ હશે. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ પોસ્ટ પર જોવા મળી હતી.

Next Article