વર્ષ 1992માં કેટલા પગાર પર આપવો પડતો હતો ટેક્સ ? વાયરલ થઈ રહ્યો છે તે સમયના Income Tax Slabનો ફોટો

No Tax upto 7 Lakh: નાણાં મંત્રી દ્વારા આજે રજૂ કરવામાં આવેલા બજેટમાં ઈનકમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે બધા વચ્ચે હાલમાં વર્ષ 1992નો ઈનકમ ટેક્સ સ્લેબનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વર્ષ 1992માં કેટલા પગાર પર આપવો પડતો હતો ટેક્સ ? વાયરલ થઈ રહ્યો છે તે સમયના Income Tax Slabનો ફોટો
income tax slab in budget 1992
Image Credit source: twitter
| Edited By: | Updated on: Feb 01, 2023 | 10:02 PM

આજે 1 ફેબ્રુઆરીના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2023-24 રજૂ કર્યું હતું. આ બજેટની રાહ મધ્યમ વર્ગના લોકો લાંબા સમયથી જોઈ રહ્યાં હતા. આજે જેવી નાણાં મંત્રીએ 7 લાખ સુધીના પગાર પર ટેક્સ ન આપવાની જાહેરાત કરી કે ટેક્સ ચૂકવનારાઓ  ખુશ  થયા છે.  આ સમાચારને કારણે સોશિયલ મીડિયા પર મીમ્સ ખુબ વાયરલ થવા લાગ્યા હતા.

આ બધા વચ્ચે એક ફોટોએ સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર હાલમાં વર્ષ 1992ના ઈનકમ ટેક્સ સ્લેબનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ વર્ષ 1992ના ઈનકમ ટેક્સ સ્લેબનો ફોટો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ બજેટની ચર્ચાઓ વચ્ચે આ ફોટોને ભારે વાયરલ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે વર્ષ 1992માં ભારતમાં નરસિંહા રાવની સરકાર હતી. તે સમયે મનમોહન સિંહ નાણાં મંત્રી હતી. તેમણે તે સમયે ટેક્સ સ્લેબને ત્રણ ભાગમાં વહેંચ્યુ હતુ. ટ્વિટર પર હાલમાં મનમોહન સિંહ દ્વારા બનાવવામાં આવેલા એ જ ટેક્સ સ્લેબનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો @IndiaHistorypic નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે.

વર્ષ 1992માં આવો હતો ટેક્સ સ્લેબ

 

ફોટોમાં જણાવ્યા અનુસાર, વર્ષ 1992માં 28 હજારની  ઇન્કમ સુધી કોઈ ટેક્સ ભરવાનો ન હતો. પણ 50 હજારની  ઇન્કમથી  20 ટકા ટેક્સ ભરવો પડતો હતો. તે જ રીતે 50,001થી 1 લાખ સુધીની ઇન્કમ પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. 1 લાખથી વધારે ઇન્કમ પર 40 ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો. આ ફોટો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

જણાવી દઈએ કે હવે 7 લાખ સુધીની ઇન્કમ પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. હમણા સુધી દેશમાં 2.5 લાખ ની ઇન્કમ પર ટેક્સ મુક્તિ હતી. જ્યારે 2.5 લાખથી 5 લાખ વચ્ચ 5 ટકા ટેક્સ ચૂકવો પડતો હતો. નવા ટેક્સ સ્લેબને કારણે ભારતીયોમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.