Viral Photo: ભારતથી પાકિસ્તાન જવાનું હતું આટલું સસ્તું, જુઓ ભારતીય રેલવેની 75 વર્ષ જૂની ટિકિટ

|

Jan 22, 2023 | 10:03 PM

સૌથી પહેલા તો એક 37 વર્ષ જૂની રેસ્ટોરન્ટનું બિલ વાયરલ થયું, જેથી લોકોને ખબર પડી કે તે સમયે સારી રેસ્ટોરન્ટમાં પણ શાહી પનીર 8 રૂપિયામાં અને દાલ મખાની 5 રૂપિયામાં મળતી હતી. આ બિલ જોયા બાદ લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી.

Viral Photo: ભારતથી પાકિસ્તાન જવાનું હતું આટલું સસ્તું, જુઓ ભારતીય રેલવેની 75 વર્ષ જૂની ટિકિટ
Viral Photo
Image Credit source: FB

Follow us on

સોશિયલ મીડિયા એટલે વાયરલ વીડિયોનો ખજાનો પણ હાલમાં ઈન્ટરનેટની દુનિયામાં લગ્નના જૂના કાર્ડથી લઈને જૂના વાહનોના બિલ સુધી અનેક પ્રકારના બિલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. સૌથી પહેલા તો એક 37 વર્ષ જૂની રેસ્ટોરન્ટનું બિલ વાયરલ થયું, જેથી લોકોને ખબર પડી કે તે સમયે સારી રેસ્ટોરન્ટમાં પણ શાહી પનીર 8 રૂપિયામાં અને દાલ મખાની 5 રૂપિયામાં મળતી હતી.

આ બિલ જોયા બાદ લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. બસ પછી શું હતું, જૂના બિલ શેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ… ત્યાર બાદ ઘણા લોકોએ જૂના બિલ શેર કર્યા અને કહેવા લાગ્યા કે એ સમય કેટલો સારો હતો..! હાલમાં બીજી જૂની ટિકિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ થઈ રહેલી આ ટિકિટ ભારતીય રેલવેની છે. જ્યાં નવ લોકોએ માત્ર 36 રૂપિયા ચૂકવ્યા અને રાવલપિંડીથી અમૃતસર પહોંચ્યા. આ ટિકિટ જોયા બાદ લોકો તેની સરખામણી આજના મોંઘા બિલ સાથે કરી રહ્યા છે. આ જોઈને સમજી શકાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રેલવે ભાડું માત્ર 4 રૂપિયા પ્રતિ વ્યક્તિ હતું. નવાઈની વાત એ છે કે આ ટિકિટ થર્ડ એસીની છે અને વન-વે મુસાફરીની છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ રહી એ વાયરલ પોસ્ટ

આ ફોટો ફેસબુક પર પાકિસ્તાન રેલ લવર્સ નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવી છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ’17-09-1947ના રોજ આઝાદી પછી નવ લોકો માટે ટિકિટ જાહેર કરવામાં આવી… જેના પર લોકોએ રાવલપિંડીથી અમૃતસર સુધી મુસાફરી કરી અને તેનું ભાડુ માત્ર 36 રૂપિયા અને 9 આના છે. કદાચ આ ટિકિટ ભારત આવેલા પરિવારની છે. આ જોયા પછી લોકોએ તેના પર અલગ-અલગ રીતે કમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું હતું.

Next Article