Viral Video: ‘શરારા શરારા’ ગીત પર યુવતીએ કર્યો ગજબનો ડાન્સ, મૂવ્સ અને એક્સપ્રેશન પર લોકો દિલ હાર્યા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બ્લેક સાડી પહેરેલી એક મહિલા ડાન્સ ફ્લોર પર પોતાની મૂવ્સથી ધૂમ મચાવી રહી છે. લતા ભોંસલે દ્વારા ગાયું સુપરહિટ ગીત 'શરારા-શરારા' પર મહિલાને કમર મટકાવતી જોઈ શકાય છે.

Viral Video: શરારા શરારા ગીત પર યુવતીએ કર્યો ગજબનો ડાન્સ, મૂવ્સ અને એક્સપ્રેશન પર લોકો દિલ હાર્યા
Viral Girl dance video the bollywood song
| Edited By: | Updated on: Jul 05, 2023 | 9:43 AM

Viral Video: સોશિયલ મીડિયા પર રોજ નવા નવા વીડિયો સામે આવતા હોય છે કેટલાક વીડિયો એટલા મજેદાર હોય છે કે જે જોયા પછી લોકો ખુશ થઈ જાય છે અને કેટલાક વીડિયો એવા હોય છે જે જોયા બાદ લોકો આશ્ચર્ય ચકિત થઈ જાય છે. તેમા પણ સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયોનો એક અલગ જ ક્રેઝ છે .

‘ત્યારે આજકાલ એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં ભાઈના લગ્નમાં બેન ડાન્સ કરતી જોવા મળી રહી છે ત્યારે ઈન્સ્ટા પર ચાર લોકો વારો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં એવો ડાન્સ કરો કે ચાર લોકો વખાણ કરે…’ની થીમ પર બ્લેક સાડી પહેરેલી એક મહિલાનો વીડિયો ગજબનો ડાન્સ કરી રહી છે જે જોઈને નેટીઝન્સ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે. વાયરલ ક્લિપમાં મહિલાના આત્મવિશ્વાસથી લઈને તેની સ્ટાઈલ અને તેના મૂવ દરેકને પસંદ આવી છે. આ જ કારણ છે કે ઈન્ટરનેટ પર લોકો આ વીડિયોને લૂપ કરીને વારંવાર જોઈ રહી છે.

મહિલાએ કર્યો જબરદસ્ત ડાન્સ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બ્લેક સાડી પહેરેલી એક મહિલા ડાન્સ ફ્લોર પર પોતાની મૂવ્સથી ધૂમ મચાવી રહી છે. લતા ભોંસલે દ્વારા ગાયું સુપરહિટ ગીત ‘શરારા-શરારા’ પર મહિલાને કમર મટકાવતી જોઈ શકાય છે. મહિલાની દરેક ચાલ જોવા જેવી છે. આ સાથે પરફોર્મન્સ પણ અદભૂત છે. મહિલાઓના એક્શપ્રેશન પર અડધાથી વધુ લોકોતો દિલ હાર્યા છે. જો કે આ વીડિયોમાં યુવતિનો ડાન્સ એટલો સરક છે કે વીડિયો જોયા પછી તમે પણ મહિલાઓના ફેન બની જશો. તો પછી વિલંબ શાનો? ચાલો આ વિડિયો જોઈએ.

વીડિયો વાયરલ

મહિલાનો આ અદ્ભુત ડાન્સ પરફોર્મન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @_weddings_pictures નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે, જ્યારે વરરાજાની બહેને પોતાના પરફોર્મન્સથી ડાન્સ ફ્લોરને આગ લગાવી દીધી હતી. વીડિયોને અત્યાર સુધીમાં બે હજાર લોકોએ લાઈક કર્યો છે, જ્યારે અનેક લોકોએ કોમેન્ટ પણ કરી છે.

એક યુઝરે કમેન્ટ કરી, વાહ દીદી વાહ. જોરદાર નૃત્ય. બીજી તરફ, અન્ય યુઝર કહે છે કે, સાક્ષી જી પર છાયા છે. તમે ફ્લોર પર આગ લગાડી. અન્ય યુઝર કહે છે કે, તમારા દરેક ડાન્સ મૂવ્સે સાબિત કર્યું છે કે તમારામાં પણ ડાન્સિંગ ટેલેન્ટ છે.